________________
૧૭૮
પંચસંગ્રહ-૧ પુદ્ગલપરાવર્તનનું સ્વરૂપ બતાવે તો તેને શિષ્યો સુખપૂર્વક સમજી શકે તે માટે જ તેનું સ્વરૂપ કહ્યું છે.
અહીં જો કે ચારે સૂક્ષ્મપુદ્ગલપરાવર્તનોમાં પરમાર્થથી–વાસ્તવિક રીતે કોઈ વિશેષ નથી તોપણ જીવાભિગમાદિ સૂત્રોમાં ક્ષેત્ર આશ્રયી જ્યાં જયાં વિચાર કર્યો છે, ત્યાં ત્યાં ઘણા ભાગે ક્ષેત્ર પુદ્ગલપરાવર્તનનું ગ્રહણ કર્યું છે.
સૂત્રમાં કહ્યું છે કે જે મિથ્યાદષ્ટિ કાળ આશ્રયી સાદિ સપર્યવસિત છે, તે જઘન્યથી અંતર્મુહૂર્ત હોય છે, અને ઉત્કૃષ્ટથી અનંત ઉત્સર્પિણી અવસર્પિણી પ્રમાણ અનંત કાળ હોય છે. અને ક્ષેત્ર આશ્રયી વિચારતાં દેશોન અપુદ્ગલપરાવર્તન કાળ હોય છે.'
અહીં પગલપરાવર્તન એ ક્ષેત્ર પુદ્ગલપરાવર્તન સમજવું. આ પ્રમાણે પ્રસંગને અનુસરી ચાર પ્રકારના પુદ્ગલપરાવર્તનનું સ્વરૂપ કહ્યું. ૪૧
આ પ્રમાણે મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકનો જઘન્યોત્કૃષ્ટ કાળ કહ્યો. હવે સાસ્વાદન અને મિશ્રદષ્ટિ ગુણસ્થાનકનો તથા ઔપશમિક સમ્યક્ત અને ક્ષાયિક સમ્યક્તનો કાળ કહે છે
आवलियाणं छक्कं समयादारब्भ सासणो होइ । मीसुवसम अंतमुहु खाइयदिट्ठि अणंतद्धा ॥४२॥ आवलिकानां षट्कं समयादारभ्य सास्वादनो भवति । मिश्रोपशमावन्तर्मुहूर्तं क्षायिकदृष्टिरनन्ताद्धा ॥४२॥
અર્થ–સાસ્વાદન ગુણસ્થાનક સમયથી આરંભી છ આવલિકાપર્યત હોય છે, મિશ્રષ્ટિ ગુણસ્થાનક અને ઔપશમિક સમ્યક્ત અંતર્મુહૂર્તપર્યત હોય છે, અને ક્ષાયિક સમ્યક્ત અનંતકાળપર્યત હોય છે.
ટીકાનુ–એક સમયથી આરંભી છ આવલિકાપર્યત સાસ્વાદન ગુણસ્થાનક હોય છે, આ સંબંધમાં વિશેષ વિચાર આ પ્રમાણે–
પહેલા દ્વારમાં ગુણસ્થાનકના સ્વરૂપમાં બતાવેલા ક્રમે જેણે સાસ્વાદનપણું પ્રાપ્ત કર્યું છે એવો કોઈ આત્મા સાસ્વાદન ગુણસ્થાનકે એક સમય રહે છે, અન્ય કોઈ બે સમય રહે છે, અન્ય કોઈ ત્રણ સમય રહે છે. એમ યાવત્ કોઈક છ આવલિકાપર્યત રહે છે, ત્યારપછી અવશ્ય મિથ્યાત્વ ગુણસ્થાનકે જાય છે. તેથી એક જીવ આશ્રયી સાસ્વાદન ગુણસ્થાનકનો કાળ જઘન્યથી એક સમય હોય છે, ઉત્કૃષ્ટથી છ આવલિકા હોય છે.
તથા મિશ્રદષ્ટિ ગુણસ્થાનક અને ઉપશમસમ્યક્ત જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્તપર્યંત રહે છે. તે આ પ્રમાણે–મિશ્રદષ્ટિ ગુણસ્થાનકનો જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્તકાળ પ્રસિદ્ધ છે.
કહ્યું છે કે–“સમ્યમ્મિગ્લાદેષ્ટિનો કાળ અંતર્મુહૂર્ત છે.” માત્ર જઘન્યપદે અંતર્મુહૂર્ત નાનું હોય છે, ઉત્કૃષ્ટપદે મોટું હોય છે.