________________
દ્વિતીયદ્વાર
- अणुभागठाणेसुं अणंतरपरंपराविभत्तीहिं । भावंमि बायरो सो सुमो सव्वेसुणुक्कमसो ॥४१॥
अनुभागस्थानेषु अनन्तरपरम्पराविभक्तिभ्याम् ।
भावे बादरः स सूक्ष्मः सर्व्वेष्वनुक्रमशः ॥४१॥
૧૭૭
અર્થ—અનંતર અને પરંપરા વડે અનુભાગસ્થાનોમાં મરણ પામતાં જેટલો કાળ થાય તેને ભાવથી બાદર પુદ્ગલપરાવર્તન કહે છે. અને અનુક્રમે સઘળા અધ્યવસાયોમાં મરણ પામતાં જેટલો કાળ જાય તેને સૂક્ષ્મ ભાવપુદ્ગલપરાવર્તન કહે છે.
ટીકાનુ—અનુભાગસ્થાનકોનું સવિસ્તૃત સ્વરૂપ કર્મપ્રકૃતિ સંગ્રહમાં બંધન કરણની અંદર રસબંધનું સ્વરૂપ કહેવાના પ્રસંગે ‘ાવસાયક્ષમબ્નિયમ્સ લિયમ્સ િરસો તુક્કો' આ ગ્રંથ વડે કરીને કહેશે. તે અનુભાગ સ્થાનકો અસંખ્યાતા લોકાકાશ પ્રદેશ પ્રમાણ છે.
રસસ્થાનકોના બંધમાં હેતુભૂત કષાયોદયજન્ય જે અધ્યવસાયો તે પણ કારણમાં કાર્યનો આરોપ કરવાથી અનુભાગસ્થાનકો જ કહેવાય છે.
રસબંધમાં હેતુભૂત તે અધ્યવસાયો પણ અસંખ્યાતા લોકાકાશ પ્રદેશપ્રમાણ છે.
હવે ગાથાર્નો અર્થ કહે છે—રસબંધમાં હેતુભૂત અસંખ્યાતા લોકાકાશ પ્રદેશપ્રમાણ અધ્યવસાયોમાં જેટલા કાળે એક આત્મા અનંતર પરંપરા વડે મરણ પામે તેટલા કાળને બાદર ભાવપુદ્ગલપરાવર્તન કહે છે.
તાત્પર્યાર્થ એ કે—જેટલા કાળે એક આત્મા ક્રમ વડે કે ક્રમ સિવાય રસબંધના સઘળા અધ્યવસાયોમાં મરણ પામે એટલે કે દરેક અધ્યવસાયને ક્રમ સિવાય મરણ વડે સ્પર્શે તેટલા કાળને બાદર ભાવપુદ્ગલ પરાવર્તન કહે છે.
હવે સૂક્ષ્મ ભાવપુદ્ગલ પરાવર્તન કહે છે—રસબંધના હેતુભૂત સઘળા અધ્યવસાયોમાં ક્રમપૂર્વક મરણ પામતાં જેટલો કાળ થાય તેને સૂક્ષ્મ ભાવપુદ્ગલપરાવર્તન કહે છે.
એની ભાવના-વિશેષ વિચાર આ પ્રમાણે—કોઈક આત્મા જઘન્ય કષાયના ઉદયથી ઉત્પન્ન થયેલા અધ્યવસાયે મરણ પામ્યો, ત્યારપછી તે આત્મા અનંતકાળે પણ પહેલાની નજીકના બીજા અધ્યવસાયે મરણ પામે તે મરણ ગણાય, પરંતુ અન્ય અન્ય અધ્યવસાયે થયેલાં મરણો ન ગણાય. ત્યારપછી વળી કાળાંતરે બીજાની નજીકના ત્રીજા અધ્યવસાયે મરણ પામે— આયુ પૂર્ણ કરે તે મરણ ગણાય, વચમાં વચમાં અન્ય અન્ય અધ્યવસાયોને સ્પર્શીને થયેલાં અનંતાં મરણો પણ ગણાય નહિ, એટલે કે ઉત્ક્રમ વડે મરણો દ્વારા થયેલી અધ્યવસાયની સ્પર્શના ગણાય નહિ, કાળ તો ગણાય જ, આ રીતે અનુક્રમે રસબંધના સઘળા અધ્યવસાયસ્થાનોને જેટલા કાળે મરણ વડે સ્પર્શે તેટલા કાળને સૂક્ષ્મભાવપુદ્ગલપરાવર્તન કહે છે.
અહીં બાદર પુદ્ગલપરાવર્તનની સઘળી પ્રરૂપણા શિષ્યોને સૂક્ષ્મ પુદ્ગલપરાવર્તનનું સ્પષ્ટ જ્ઞાન થાય એટલા માટે કરેલી છે. સિદ્ધાંતમાં કોઈપણ સ્થળે કોઈપણ પ્રકારનું બાદર પુંગલપરાવર્ત્તન ઉપયોગી જણાયું નથી. માત્ર તેનું સ્વરૂપ બતાવ્યા પછી સૂક્ષ્મ પંચ ૧-૨૩