________________
૧૭૬
પંચસંગ્રહ-૧ અર્થ અનંતર પ્રકારે કે પરંપરા પ્રકારે ઉત્સર્પિણી અને અવસપ્પિણીના સમયોને મરણ વડે સ્પર્શ કરતાં જેટલો સમય થાય તેને બાદર કાળ પુદ્ગલપરાવર્તન કહે છે. અને અનંતર પ્રકારે–એક પછી એક સમયોને મરણ વડે સ્પર્શ કરતાં જેટલો કાળ થાય તેને સૂક્ષ્મ કાળ પુદ્ગલપરાવર્તન કહે છે.
ટીકાનુ–અહીં ઉત્સર્પિણીના પ્રહણથી અવસર્પિણીનું ગ્રહણ પણ ઉપલક્ષણથી કરવાનું, છે. તેથી તેનો અર્થ આ થાય છે—
ઉત્સર્પિણી અને અવસર્પિણીના સઘળા સમયોમાં અનંતર પ્રકારે અને પરંપરા પ્રકારે મરણ પામતા આત્માને જેટલો કાળ થાય તેટલા કાળને બાદ કાળ પુદ્ગલપરાવર્તન કહેવાય છે.
તાત્પર્ય એ કે, જેટલા કાળે એક જીવ ઉત્સર્પિણી અને અવસપ્પિણીના સઘળા સમયોને ક્રમ વડે કે ક્રમ સિવાય મરણ વડે સ્પર્શ કરે એટલે આડાઅવળા પણ સઘળા સમયોમાં મરણ પામે તેટલા કાળને બાદ કાળ પુદ્ગલપરાવર્તન કહે છે.
હવે સૂક્ષ્મ કાળ પુદ્ગલપરાવર્તન કહે છે–ઉત્સપ્પિણી અને અવસર્પિણીના સઘળા સમયોમાં ઉત્સર્પિણીના પ્રથમ સમયથી આરંભી ત્યારપછી ક્રમપૂર્વક મરણ પામતાં જેટલો કાળ જાય તેને સૂક્ષ્મ કાળપુદ્ગલપરાવર્તન કહે છે.
અહીં પણ એનો વિશેષ વિચાર આ પ્રમાણે છે—કોઈ જીવ ઉત્સર્પિણીના પ્રથમ સમયે મરણ પામ્યો. ત્યારપછી તે જીવ સમયન્યુન વિસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ કાળ ગયા પછી જો ઉત્સપ્પિણીના બીજા સમયે મરણ પામે, તો તે બીજો સમય મરણથી સ્પર્શાયેલો ગણાય. જો કે ઉત્સપ્પિણીના અન્ય અન્ય સમયોને મરણ કરવા વડે સ્પર્શે છે છતાં ક્રમપૂર્વક તેઓને સ્પર્શ કિરવાના હોવાથી તેઓની સ્પર્શના ગણાય નહિ. હવે જો કદાચ તે આત્મા તે ઉત્સપ્પિણીના બીજા સમયે મરણ ન પામે પરંતુ અન્ય સમયે મરણ પામે તો તે પણ ન ગણાય પરંતુ અનંત ઉત્સપ્પિણી અવસપ્પિણી ગયે છતે જ્યારે ઉત્સપ્પિણીના બીજા સમયે મરણ પામે ત્યારે જ તે સમય ગણાય. આ પ્રમાણે ક્રમપૂર્વક ઉત્સપ્પિણીના સઘળા સમયોને અને ત્યારપછી અવસપ્પિણીના સઘળા સમયોને મરણ વડે સ્પર્શ કરતાં જેટલો કાળ થાય તેને કાળથી સૂક્ષ્મ પુદ્ગલ પરાવર્તન કહેવામાં આવે છે.
ઉત્સર્પિણીના પહેલા સમયે મરણ પામનાર ત્યારપછીની અવસર્પિણી ગયા પછી આવતી ઉત્સર્પિણીના બીજા સમયે મરણ પામે તો તે ગણાય. જો તે ઉત્સર્પિણીના બીજા સમયે મરણ ન પામે તો તે ઉત્સપ્પિણી અને ત્યારપછીની અવસપ્પિણી ગયા પછીની ઉત્સર્પિણીના બીજા સમયે મરણ પામે તો ગણાય. આ પ્રમાણે ક્રમપૂર્વક ઉત્સર્પિણીના સમયમાં મરણ પામતાં જેટલો કાળ થાય તેને સૂક્ષ્મ કાળ પુદ્ગલપરાવર્તન કહેવાય છે. ૪૦
સૂક્ષ્મ બાદર એમ બે ભેદે કાળ પુદ્ગલપરાવર્તન કહ્યો. હવે સૂક્ષ્મ બાદર એમ બે ભેદે ભાવ પુદ્ગલપરાવર્તન કહે છે–