________________
દ્વિતીયદ્વાર
૧૭૯
- તથા ઔપશમિક સમ્યક્ત્વ કે જે—મિથ્યાત્વ ગુણઠાણે ત્રણ કરણ કરીને પ્રાપ્ત કરે છે તે અથવા ઉપશમશ્રેણિનું જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત જ હોય છે. એટલે કે એ બંને પ્રકારના ઉપશમસમ્યક્ત્વનો કાળ અંતર્મુહૂર્તનો છે.
તેમાં પ્રથમ ઉપશમસમ્યક્ત્વનો અંતર્મુહૂર્ણકાળ પ્રસિદ્ધ છે. તે આ પ્રમાણે— મિથ્યાત્વગુણસ્થાનકે ત્રણ કરણ કરી ઉપશમસમ્યક્ત્વ સહિત દેશવિરતિ આદિ ગુણસ્થાનકે પણ જાય તોપણ તેનો અંતર્મુહૂર્ત જ સ્થિતિકાળ છે, કારણ કે ત્યારપછી ક્ષાયોપશમિકસમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે.
અહીં સમ્યક્ત્વનો કાળ બતાવવો છે, ગુણસ્થાનકનો નહિ. ઉપશમસમ્યક્ત્વ અંતર્મુહૂર્તથી વધારે કાળ ન રહે, એટલે દેશિવરતિ આદિ ગુણઠાણે વધારે કાળ રહેવાનો હોય તો ક્ષયોપશમસમ્યક્ત્વ પ્રાપ્ત કરી લે છે તથા દેશવિરતિ આદિ પ્રાપ્ત ન કરે, માત્ર સમ્યક્ત્વ જ પ્રાપ્ત કરે તો અંતર્મુહૂર્ત પછી પડી કોઈ સાસ્વાદને જાય છે, અને કોઈક ક્ષાયોપશમિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે.
તથા ઉપશમશ્રેણિનો કાળ અંતર્મુહૂર્તનો હોવાથી શ્રેણિના ઉપશમસમ્યક્ત્વનો જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્તનો જ કાળ ઘટે છે. માત્ર જઘન્યથી ઉત્કૃષ્ટ વધારે હોય છે.
ક્ષાયિકસમ્યગ્દષ્ટિ અનંતકાળ પર્યંત હોય છે, કારણ કે ક્ષાયિક સમ્યક્ત્વ એ દર્શનમોહનીયના સંપૂર્ણ નાશથી ઉત્પન્ન થયેલું જીવનું શુદ્ધ સ્વરૂપ હોવાથી પ્રાપ્ત થયા પછી કોઈ દિવસ નાશ પામતું નથી. તેથી જ ક્ષાયિક સમ્યક્ત્વનો સાદિ અનંતકાળ છે. ૪૨
હવે અવિરતિ સમ્યગ્દષ્ટિ તથા દેશવિરતિ ગુણસ્થાનકનો કાળ કહે છે— der अविरयसम्मो तेत्तीसयराई साइरेगाई । अंतमुहुत्ताओ पुव्वकोडी देसो उ देसूणा ॥४३॥
वेदकाविरतसम्यग्दृष्टिः त्रयस्त्रिंशदतराणि सातिरेकाणि । अन्तर्मुहूर्त्तात् पूर्वकोटिः देशस्तु देशोना ॥४३॥
અર્થ—વેદક અવિરતિ સમ્યગ્દષ્ટિ આત્મા અંતર્મુહૂર્તથી આરંભી કંઈક અધિક તેત્રીસ સાગરોપમ પર્યંત હોય છે. અને દેશવિરતિ દેશોન પૂર્વકોટિ પર્યંત હોય છે.
ટીકાનુ—ક્ષાયોપશમિક સમ્યક્ત્વ યુક્ત અવિરતિ સમ્યગ્દષ્ટિ આત્મા જન્યથી અંતર્મુહૂર્ત પર્યંત હોય છે. અને ત્યારપછી અંતર્મુહૂર્તથી આરંભી ત્યાં સુધી હોય છે કે ઉત્કૃષ્ટથી કંઈક અધિક તેત્રીસ સાગરોપમ કાળ થાય. એટલે કે ઉત્કૃષ્ટથી કંઈક અધિક તેત્રીસ સાગરોપમ પર્યંત હોય છે, તેથી ચોથા ગુણસ્થાનકનો તેટલો કાળ ઘટે છે.
કંઈક અધિક તેત્રીસ સાગરોપમ પર્યંત ક્ષાયોપશમિક સમ્યક્ત્વ યુક્ત અવિરતિ સમ્યગ્દષ્ટિ કેવી રીતે હોય ? એ પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે—કોઈ એક પ્રથમ સંઘયણી આત્મા અતિ સુંદર ચારિત્રનું પાલન કરી ઉત્કૃષ્ટ સ્થિતિવાળા અનુત્તરવિમાનમાં ઉત્પન્ન થાય, ત્યાં તેનો અવિરતિ સમ્યગ્દષ્ટિપણામાં તેત્રીસ સાગરોપમ પ્રમાણ કાળ જાય, ત્યારપછી ત્યાંથી ચ્યવી