________________
દ્વિતીયદ્વાર
૧૬૭
કયસ્થિતિ એટલે પૃથ્વીકાયાદિમાંથી કોઈપણ મરણ પામીને તેનું વારંવાર ત્યાં જ ઉત્પન્ન થવું તે. તેનો જે કાળ તે કાયસ્થિતિકાળ. જેમ કે પૃથ્વીકાયનો જીવ મરણ પામી પૃથ્વીકાય થાય, વળી મરણ પામી પૃથ્વીકાય, એમ ઉપરાઉપરી જેટલો કાળ પૃથ્વીકાય થાય તે કાળ કાયસ્થિતિકાળ કહેવાય. એમ અન્યત્ર પણ સમજવું.
તથા દરેક ગુણસ્થાન એક એક આત્મામાં કેટલો કેટલો કાળ રહે તેનો જે નિશ્ચિત સમય તે ગુણસ્થાનક વિભાગકાળ કહેવાય. તેમાં પહેલાં ભવસ્થિતિ કહે છે –
सत्तण्हमपज्जाणं अंतमुहत्तं दुहावि सुहमाण । सेसाणंपि जहन्ना भवठिई होइ एमेव ॥३४॥ सप्तानामपर्याप्तानामन्तर्मुहूर्त द्विधापि सूक्ष्माणाम् ।।
शेषाणामपि जघन्या भवस्थितिर्भवति एवमेव ॥३४॥ અર્થ સાતે અપર્યાપ્તા અને સૂક્ષ્મ પર્યાપ્તાનું બંને પ્રકારે અંતર્મુહૂર્ત આયુ છે. શેષ જીવોનું પણ જઘન્ય આયુ એ પ્રમાણે જ છે.
ટીકાનુ સૂક્ષ્મ બાદર એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, અને અસંશી સંજ્ઞી પંચેન્દ્રિય એ સાતે લબ્ધિ અપર્યાપ્તાના અને સૂક્ષ્મ એકેન્દ્રિય પર્યાપ્તાના જઘન્ય અને ઉત્કૃષ્ટ એમ બંને પ્રકારે એક ભવના આયુનું પ્રમાણ અંતર્મુહૂર્ત છે. તેઓ અંતર્મુહૂર્ત માત્ર જીવે છે.
એટલું વિશેષ છે કે–જઘન્યથી ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત મોટું છે.
શેષ બાદર એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય અને સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તાનું જઘન્ય આયુ અંતર્મુહૂર્ત પ્રમાણ હોય છે, અને તે બસો છપ્પન આવલિકાથી . વધારે જ હોય છે. ૩૪
હવે એકેન્દ્રિયાદિના ઉત્કૃષ્ટ આયુનું પ્રમાણ કહે છે –
बावीससहस्साई बारस वासाइं अउणपन्नदिणा । .. छम्मास पुव्वकोडी तेत्तीसयराइं उक्कोसा ॥३५ ॥
द्वाविंशति( वर्ष )सहस्राणि द्वादश वर्षाणि एकोनपञ्चाशत् दिनानि ।
षड्मासा: पूर्वकोटि: त्रयस्त्रिंशत् अतराणि उत्कृष्टा ॥३५॥
અર્થ–પર્યાપ્ત બાદર એકેન્દ્રિયનું આયુ બાવીસ હજાર વર્ષ, બેઇન્દ્રિયાદિનું ક્રમે બાર વર્ષ ઓગણપચાસ દિવસ, અને છમાસ. અસંક્ષીપંચેન્દ્રિય તિર્યંચનું પૂર્વક્રોડ વર્ષ અને સંજ્ઞીનું ઉત્કૃષ્ટ આયુ તેત્રીસ સાગરોપમ પ્રમાણ છે.
ટિકાનુ–અહીં પર્યાપ્ત બાદર એકેન્દ્રિયનો બાવીસ હજાર આદિ પદો સાથે અનુક્રમે
• ૧. ઓછામાં ઓછું બસો છપ્પન આવલિકા પ્રમાણ આપ્યું હોય છે, અને તે ઓછામાં ઓછું જીવનારા લબ્ધિ અપર્યાપ્તાનું હોય છે. પર્યાપ્તાનું આયુ બસો છપ્પન આવલિકાથી વધારે જ હોય છે.