________________
પંચસંગ્રહ-૧
૧૬૮
સંબંધ કરવાનો છે. આ પ્રમાણે—
પર્યાપ્ત બાદર એકેન્દ્રિયનું ઉત્કૃષ્ટ આયુ બાવીસ હજાર વરસનું છે. અને તે આયુ પર્યાપ્ત બાદર પૃથ્વીકાય એકેન્દ્રિયની અપેક્ષાએ જાણવું, શેષ એકેન્દ્રિયની અપેક્ષાએ નહિ, કારણ કે શેષ એકેન્દ્રિયનું એટલું મોટું આયુ હોતું નથી. તે પ્રમાણે—
બાદરપર્યાપ્ત પૃથ્વીકાયનું ઉત્કૃષ્ટ આયુ બાવીસ હજાર વરસ, બાદર પર્યાપ્ત અપ્લાયનું સાત હજાર વરસ, બાદર પર્યાપ્ત તેઉકાયનું ત્રણ અહોરાત્ર, પર્યાપ્ત બાદર વાયુકાયનું ત્રણ હજાર વર્ષ, પર્યાપ્ત બાદર પ્રત્યેક વનસ્પતિકાયનું ઉત્કૃષ્ટ આયુ દશ હજાર વર્ષપ્રમાણ છે.
કહ્યું છે કે—બાવીસ હજાર, સાત હજાર, ત્રણ હજાર અને દશ હજાર વરસનું ઉત્કૃષ્ટ આયુ અનુક્રમે પૃથ્વી, અક્ વાયુ અને પ્રત્યેક વનસ્પતિકાયનું છે. અને તેઉકાયનું ત્રણ રાત્રિ દિવસ એટલે કે બોતેર કલાકનું છે.’
તે હેતુથી પર્યાપ્ત બાદર એકેન્દ્રિયોનું બાવીસ હજાર વર્ષનું ઉત્કૃષ્ટ આયુ બાદર પર્યાપ્ત પૃથ્વીકાયની અપેક્ષાએ જ ઘટે છે, બીજા એકેન્દ્રિયની અપેક્ષાએ નહિ.
પર્યાપ્ત બેઇન્દ્રિયનું ઉત્કૃષ્ટ આયુ બાર વર્ષનું છે. પર્યાપ્ત તેઇન્દ્રિયનું ઓગણપચાસ દિવસનું અને પર્યાપ્ત ચઉરિન્દ્રિયનું ઉત્કૃષ્ટ આયુ છ માસનું છે.
પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિયનું ઉત્કૃષ્ટ આયુ પૂર્વ ક્રોડ વર્ષ પ્રમાણ છે. આ પૂર્વકોટિ વર્ષનું આયુ પર્યાપ્ત સંમૂચ્છિમ જલચરની અપેક્ષાએ જાણવું પરંતુ સંમૂચ્છિમ સ્થલચરાદિની અપેક્ષાએ નહિ, કારણ કે તેઓનું ઉત્કૃષ્ટ આયુ એટલું હોતું નથી. તે આ પ્રમાણે—
પર્યાપ્ત સંમૂચ્છિમ જળચરનું ઉત્કૃષ્ટ આયુ ક્રોડ પૂર્વ વરસનું, પર્યાપ્ત સંમૂચ્છિમ ચતુષ્પદ સ્થલચરનું ચોરાશી હજાર વર્ષનું, પર્યાપ્ત સંમૂચ્છિમ ઉરપરિસર્પનું ત્રેપન હજાર વર્ષનું, પર્યાપ્ત સંમૂચ્છિમ ભૂજપરિસર્પનું બેતાળીસ હજાર વર્ષનું, અને પર્યાપ્ત સંમૂશ્ચિમ ખેચરનું બોતેરે હજાર વર્ષનું ઉત્કૃષ્ટ આયુ છે.
કહ્યું છે કે—“પૂર્વકોટિ, ચોરાશી હજાર, ત્રેપન હજાર, બેતાળીસ હજાર અને બોતેર હજાર વર્ષનું ઉત્કૃષ્ટ આયુ અનુક્રમે સંમૂચ્છિમ પર્યાપ્ત જળચરાદિનું હોય છે.’
તે હેતુથી સંમૂચ્છિમ પર્યાપ્ત જળચરની અપેક્ષાએ જ પર્યાપ્ત અસંજ્ઞીપંચેન્દ્રિયનું પૂર્વકોટિ પ્રમાણ ઉત્કૃષ્ટ આયુ ઘટે છે. અન્ય સંમૂર્ચ્છિમ સ્થળચરાદિની અપેક્ષાએ નહિ.
તથા પર્યાપ્ત સંશીપંચેન્દ્રિયની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ તેત્રીસ સાગરોપમ છે, અને તે અનુત્તર વિમાનવાસી દેવ અથવા સાતમી નારકીના નારકજીવોની અપેક્ષાએ જાણવી, અન્ય સંશી જીવોની અપેક્ષાએ નહિ. કારણ કે અન્ય સંશીજીવોની એટલી ભવસ્થિતિ ઘટતી નથી. તે આ પ્રમાણે
સંશી ચાર પ્રકારે છે. તે આ પ્રમાણે—નાક, તિર્યંચ, મનુષ્ય અને દેવ.
નારકી સાત નરક પૃથ્વીના ભેદે સાત પ્રકારે છે. તેમાં રત્નપ્રભા નારકીનું જઘન્ય આયુ દશ હજાર વર્ષ, ઉત્કૃષ્ટ એક સાગરોપમ. શર્કરાપ્રભા નારકીનું જઘન્ય આયુ એક સાગરોપમ, ઉત્કૃષ્ટ ત્રણ સાગરોપમ. વાલુકાપ્રભા નારકીનું જઘન્ય આયુ ત્રણ સાગરોપમ, ઉત્કૃષ્ટ સાત