________________
૧૪૪
પંચસંગ્રહ-૧ છે, ૮૪. તેથી પર્યાપ્ત સૂક્ષ્મવનસ્પતિકાયસંખ્યાતગુણા છે, ૮૫. તેથી પર્યાપ્ત સૂક્ષ્મ જીવો વિશેષાધિક છે, ૮૬. તેથી સામાન્યથી સૂક્ષ્મ જીવો વિશેષાધિક છે, ૮૭. તેથી ભવ્યસિદ્ધિઓ
જીવો વિશેષાધિક છે, ૮૮. તેથી નિગોદ જીવો વિશેષાધિક છે, ૮૯, તેથી વનસ્પતિ જીવો વિશેષાધિક છે, ૯૦. તેથી એકેન્દ્રિય જીવો વિશેષાધિક છે, ૯૧. તેથી સામાન્યથી તિર્યંચ જીવો વિશેષાધિક છે, ૯૨. તેથી મિથ્યાદષ્ટિ વિશેષાધિક છે, ૯૩. તેથી અવિરતિ જીવો વિશેષાધિક છે, ૯૪. તેથી સકષાયી જીવો વિશેષાધિક છે, ૯૫. તેથી છબસ્થ જીવો વિશેષાધિક છે, ૯૬. તેથી સયોગી આત્માઓ વિશેષાધિક છે, ૯૭. તેથી સંસારી જીવો વિશેષાધિક છે, ૯૮. અને તેથી સઘળા જીવો વિશેષાધિક છે.
આ પ્રમાણે પ્રજ્ઞાપના સૂત્રમાં કહેલું મોટું અલ્પબદુત્વ સમજવું. ૧૬
અહીં પહેલાં રત્નપ્રભા પૃથ્વીના નારકીઓની તથા ભવનપતિ અને સૌધર્મદેવલોકના દેવોની સંખ્યા અસંખ્યાતી સૂચિશ્રેણિ પ્રમાણ સામાન્યથી કહી છે. તેમાં અસંખ્યાતનું પ્રમાણ કંઈ કહ્યું નથી, તેથી આ ત્રણમાં કોણ ઓછા અને કોણ વધારે તે સમજી શકાતું નથી, એટલે અહીં ત્રણેની અસંખ્યાતરૂપ સંખ્યાના પ્રમાણના નિર્ણય માટે કહે છે.
सेढी एक्वेक्कपएसड्यसूईणमंगुलप्पमियं । घम्माए भवणसोहम्मयाण माणं इमं होइ ॥१७॥
श्रेण्येकैकप्रदेशरचितसूचीनामङ्गलप्रमितम् ।
घर्मायां भवनसौधर्माणां मानमिदम् भवति ॥१७॥ અર્થ—શ્રેણિના એકેક આકાશપ્રદેશ વડે રચાયેલી સૂચિના અંગુલ પ્રમાણ ક્ષેત્રમાંથી પ્રાપ્ત થયેલ ઘર્મા, ભવનપતિ અને સૌધર્મદેવલોકનું નીચલી ગાથામાં કહેવાશે તે પ્રમાણ થાય છે.
ટીકાનુ ઘર્મા નામની પહેલી નરકપૃથ્વીના નારકોના તથા ભવનપતિ અને સૌધર્મ દેવલોકના દેવોના પ્રમાણના નિર્ણય માટે પહેલાં જેટલી શ્રેણિઓ કહી છે, તેટલા શ્રેણિ વ્યતિરિક્ત–સિવાયના આકાશપ્રદેશ ગ્રહણ કરીને તેની સૂચિશ્રેણિ કરવી, તેમાંથી સૂચિશ્રેણિનો અંગુલ પ્રમાણ ભાગ ગ્રહણ કરવો. ત્યારપછી શું કરવું તે હવે પછીની ગાથામાં કહે છે. ૧૭ તે જ દેખાડે છે–
छपन्नदोसयंगुल भूओ विगब्भ मूलतिगं । गुणिया जहुत्तरत्था रासीओ कमेण सूईओ ॥१८॥ षट्पञ्चाशदधिकशतद्वयाङ्गलस्य भूयो भूयो विगृह्य मूलत्रिकम् ।
गुणिता यथोत्तरस्था राशयः क्रमेण सूचयः ॥१८॥ અર્થ—અસત્ કલ્પનાયે અંગુલમાત્ર ક્ષેત્રમાં રહેલ બસો છપ્પન આકાશપ્રદેશનું વારંવાર
૧. અહીં પ્રથમ નારક તથા ભવનપતિઓના પ્રમાણ માટે જે અસંખ્યાત શ્રેણિઓનું ઍમાણ બતાવ્યું. છે તેના કરતાં ભિન્ન ભિન્ન સુત્રોમાં ભિન્ન ભિન્ન રીતે જોવા મળે છે. તે આ પ્રમાણે