________________
હિસીયાર
૧૪૫
વર્ગમૂળ કાઢીને ત્રણ મૂળ લેવાં, અને ઉપર ઉપરની રાશિનો નીચે નીચેની રાશિ સાથે ગુણાકાર કરવો, જે સંખ્યા આવે તેટલી તેટલી સૂચિશ્રેણિ પ્રમાણ ઘર્મામાં નારકીઓ, અને ભવનપતિ તથા સૌધર્મ દેવલોકમાં દેવો છે.
ટીકાનુ–પૂર્વે કહેલ અંગુલ પ્રમાણ સૂચિશ્રેણિમાં રહેલા આકાશપ્રદેશનું વર્ગમૂળ કાઢવાની રીતિએ મૂળ કાઢીને તેમાંથી ત્રણ મૂળ લેવાં, અને તેને તથા અંગુલમાત્ર સૂચિશ્રેણિના પ્રદેશની સંખ્યાને અનુક્રમે સ્થાપવી.
પછી અંગુલમાત્ર સૂચિશ્રેણિની પ્રદેશસંખ્યાને મૂળ સાથે ગુણતાં આકાશપ્રદેશની જેટલી સંખ્યા આવે તેટલી સંખ્યા પ્રમાણ આખી સૂચિશ્રેણિના જેટલા આકાશપ્રદેશ થાય તેટલી રત્નપ્રભા પૃથ્વીના નારક જીવોની સંખ્યા છે.
અનુયોગદ્વાર સૂત્ર તથા જીવસમાસ ગ્રંથના અભિપ્રાયે-અંગુલમાત્ર સૂચિશ્રેણિમાં જે આકાશપ્રદેશો છે તેના પહેલા અને બીજા વર્ગમૂળનો ગુણાકાર કરતાં જે સંખ્યા આવે તેટલી સંખ્યા પ્રમાણ સાત રાજની સૂચિશ્રેણિઓ નારકોના પ્રમાણ માટે છે, જેમ–અંગુલમાત્ર ક્ષેત્રમાં અસત્કલ્પનાએ બસો છપ્પન આકાશપ્રદેશો છે, તેનું પહેલું વર્ગમૂળ સોળ અને બીજું વર્ગમૂળ ચાર હોવાથી તેનો ગુણાકાર ૧૬૮૪=૯૪ થાય એટલે નરકના જીવોના પ્રમાણ માટે અસત્કલ્પનાએ ચોસઠ શ્રેણિઓ આવે.
તાત્પર્ય આ ગ્રંથમાં ભવનપતિઓના પ્રમાણ માટે જેટલી શ્રેણિઓની સંખ્યા બતાવી છે તેટલી સંખ્યા નારકો માટે અનુયોગદ્વાર તથા જીવસમાસમાં બતાવી છે, જો કે સૂત્રમાં સામાન્યથી નારકોની સંખ્યા બતાવી છે પરંતુ શેષ છે નારકીના નારકો પ્રથમ નરકના નારકોથી અસંખ્યાતમા ભાગ જેટલા જ હોવાથી પ્રથમ નરકના નરકો માટે પણ ઉપરોક્ત પ્રમાણ માનવામાં કંઈ બાધ નથી.
આ ગ્રંથમાં અંગુલમાત્ર સૂચિશ્રેણિમાં રહેલ આકાશપ્રદેશોના પ્રથમ અને દ્વિતીય વર્ગમૂળનો ગુણાકાર કરતાં જે સંખ્યા આવે તેટલી = અસંખ્યાતી શ્રેણિઓ ભવનપતિઓના પ્રમાણ માટે બતાવી છે, પરંતુ જીવસમાસ ગ્રંથમાં અંગુલમાત્ર સૂચિશ્રેણિમાં જે આકાશપ્રદેશો છે તે જ સંખ્યાને પોતાના પ્રથમ વર્ગમૂળ સાથે ગુણતાં જે સંખ્યા આવે તેટલી-અસંખ્યાતી શ્રેણિઓ ભવનપતિઓના પ્રમાણ માટે લેવાનું કહ્યું છે. અંગુલમાત્ર સૂચિશ્રેણિમાં અસત્કલ્પનાએ બસો છપ્પન આકાશપ્રદેશ અને તેનું પ્રથમ વર્ગમૂળ સોળ હોવાથી ૨૫૯૪૧૬ = ૪૦૯૬ થાય અને અસત્કલ્પનાએ તેટલી શ્રેણિઓ ભવનપતિઓના પ્રમાણ માટે સમજવી. તાત્પર્ય એ છે કે આ ગ્રંથમાં પ્રથમ નરકના જીવોના પ્રમાણ માટે જેટલી અસંખ્યાતી શ્રેણિઓ બતાવી છે તેટલી જ શ્રેણિઓ જીવસમાસમાં ભવનપતિના પ્રમાણ માટે બતાવી છે. વળી પ્રજ્ઞાપના સૂત્રમાં અંગુલમાત્ર સૂચિશ્રેણિમાં જેટલા આકાશપ્રદેશો છે તેના પ્રથમ વર્ગમૂળના સંખ્યાતમા ભાગમાં જેટલા આકાશપ્રદેશો આવે તેનાથી સંખ્યાતગુણ શ્રેણિઓ ભવનપતિઓના પ્રમાણ માટે લેવાનું જણાવ્યું છે. અસત્કલ્પનાએ અંગુલમાત્ર સૂચિશ્રેણિમાં ૬૫૫૩૬ આકાશપ્રદેશો માનીએ તો તેનું પ્રથમ વર્ગમૂળ ૨૫૬, તેનો સંખ્યાતમો ભાગ ૪, તેને સંખ્યાતગુણા કરીએ એટલે કે દશે ગુણીએ તો ૪૦ આવે, અને અસત્કલ્પનાએ તેટલી શ્રેણિઓ ભવનપતિના પ્રમાણ માટે જાણવી. વળી અનુયોગદ્વાર સૂત્રના અભિપ્રાયે અંગુલમાત્ર સૂચિશ્રેણિમાં રહેલ આકાશપ્રદેશોના પ્રથમ વર્ગમૂળના અસંખ્યાતમા ભાગથી સંખ્યાતગુણ કરતાં જેટલી શ્રેણિઓ આવે તેટલી શ્રેણિઓ ભવનપતિના પ્રમાણ માટે જાણવી, જેમ અંગુલમાત્ર સૂચિશ્રેણિમાં અસત્કલ્પનાએ ૬૫૫૩૬ આકાશપ્રદેશ, માનીએ, તેનું પ્રથમ વર્ગમૂળ ૨૫૬, તેનો અસંખ્યાતમો ભાગ અસત્કલ્પનાએ ૨, અને તેને અસંખ્યાતગુણ કરવાથી એટલે કે દશે ગુણવાથી વીસ થાય, આટલી શ્રેણિઓ ભવનપતિઓના પ્રમાણ માટે સમજવી, એમ ભવનપતિઓના પ્રમાણ માટે કુલ ચાર મતો જોવા મળે છે. વિશેષાર્થીઓએ તે તે ગ્રંથ જોવા.
પંચ૧-૧૯