________________
૧૪૨
પંચસંગ્રહ-૧ ગુણા કહ્યા છે.
તથા ઉપરના સનકુમાર, માહેન્દ્ર, બ્રહ્મ, લાંતક, મહાશુક્ર અને સહસ્ત્રાર એ દરેક દેવલોકમાં સૂચિશ્રેણિના અસંખ્યાતમા ભાગમાં રહેલ આકાશપ્રદેશ પ્રમાણ દેવો રહેલા છે.
અહીં એટલું સમજવાનું કે સૂચિશ્રેણિનો અસંખ્યાતમો ભાગ અનુક્રમે નાનો લેવાનો હોવાથી અનુક્રમે ઉપર ઉપરના દેવલોકના દેવતાઓ પૂર્વપૂર્વના દેવલોકના દેવોની અપેક્ષાએ અસંખ્યાતમા ભાગે છે.
તાત્પર્ય એ કે જેટલા સનકુમારકલ્પના દેવો છે, તેની અપેક્ષાએ મહેન્દ્ર દેવલોકમાં દેવો અસંખ્યાતમા ભાગે છે, અને મહેન્દ્ર દેવલોકના દેવોથી સનકુમારના દેવો અસંખ્યાતગુણા છે. એ પ્રમાણે મહેન્દ્ર દેવલોકના દેવોની અપેક્ષાએ બ્રહ્મ દેવલોકના દેવો અસંખ્યાતમા ભાગે છે. આ રીતે લાંતક મહાશુક્ર અને સન્નાર દેવલોકમાં પણ જાણી લેવું. - ગાથાના અંતમાં રહેલ “ચ' શબ્દ એ ગાથામાં નહિ કહેલ વસ્તુનો સમુચ્ચય કરતો હોવાથી આનત, પ્રાણત, આરણ અને અય્યત દેવલોકમાં, નીચલી, મધ્યમ અને ઉપરની ત્રણ ત્રણ રૈવેયકમાં, અને અનુત્તરવિમાનમાં, એ દરેકમાં ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં રહેલ આકાશપ્રદેશ પ્રમાણ દેવો જાણવા.
અહીં એટલું વિશેષ સમજવાનું કે પૂર્વ પૂર્વ દેવોની અપેક્ષાએ ઉત્તરોત્તર દેવો સંખ્યાતગુણહીન જાણવા, પ્રજ્ઞાપનાના મહાદંડકમાં તેવો પાઠ છે માટે.
પ્રજ્ઞાપનામાં કહેલું મહાદંડક-મોટું અલ્પબહુત આ પ્રમાણે છે–હે પ્રભો ! હવે સર્વ જીવોના અલ્પબદુત્વનું સૂચક મહાદંડક વર્ણવીશ.
૧. ગર્ભમાં ઉત્પન્ન થયેલા મનુષ્યો સૌથી અલ્પ છે, ૨. તેથી મનુષ્ય સ્ત્રીઓ સંખ્યાતગુણી છે, ૩. તેથી પર્યાપ્ત બાદર તેઉકાય અસંખ્યાતગુણા છે, ૪. તેથી અનુત્તર વિમાનના દેવો અસંખ્યાતગુણા છે. ૫. તેથી ઉપરના ત્રણ રૈવેયકના દેવો સંખ્યાતગુણા છે. ૬ તેથી મધ્યમ ત્રણ રૈવેયકના દેવો સંખ્યાતગુણા છે, ૭. તેથી નીચલી ત્રણ રૈવેયકના દેવો સંખ્યાતગુણા છે, ૮. તેથી અશ્રુત દેવલોકમાં દેવો સંખ્યાતગુણા છે, ૯. તેથી આરણ દેવલોકના દેવો સંખ્યાતગુણા છે, ૧૦. તેથી પ્રાણત દેવલોકના દેવો સંખ્યાતગુણા છે, ૧૧. તેથી આનત દેવલોકના દેવો સંખ્યાતગુણા છે, ૧૨. તેથી સાતમી નરકપૃથ્વીના નારકીઓ અસંખ્યાતગુણા છે, ૧૩. તેથી છઠ્ઠી તમ પ્રભાપૃથ્વીના નારકીઓ અસંખ્યાતગુણા છે, ૧૪. તેથી સહસ્ત્રાર દેવલોકના દેવો અસંખ્યાતગુણા છે, ૧૫. તેથી મહાશુક્ર દેવલોકના દેવો અસંખ્યાતગુણા છે. ૧૬. તેથી પાંચમી ધૂમપ્રભા પૃથ્વીના નારકીઓ અસંખ્યાતગુણા છે, ૧૭. તેથી લાંતક દેવલોકના દેવો અસંખ્યાતગુણા છે, ૧૮. તેથી ચોથી પંકપ્રભા પૃથ્વીના નારકીઓ અસંખ્યાત ગુણા છે, ૧૯. તેથી બ્રહ્મદેવલોકના દેવો અસંખ્યાતગુણા છે, ૨૦. તથા ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વીના નારકીઓ અસંખ્યાતગુણ છે, ૨૧. તેથી મહેન્દ્ર દેવલોકના દેવો અસંખ્યાતગુણા છે, ૨૨. તેથી સનકુમાર દેવલોકના દેવો અસંખ્યાતગુણા છે, ૨૩. તેથી ત્રીજી શર્કરામભા નરકમૃથ્વીના નારકીઓ