________________
દ્વિતીયદ્વાર
- હવે જ્યોતિષ દેવોનું પ્રમાણ કહે છે—
छप्पन्न दोसयंगुल सूइपएसेहिं भाइओ पयरो | जोइसिएहिं ही सट्टाणे स्थीय संखगुणा ॥ १५ ॥
षट्पञ्चाशत्शतद्वयांगुलानां सूचिप्रदेशैर्भाजितः प्रतरः । ज्योतिष्कैर्हियते स्वस्थाने स्त्रियः संख्येयगुणाः ॥ १५ ॥
૧૪૧
અર્થ—બસો છપ્પન અંગુલ પ્રમાણ સૂચિ પ્રદેશ વડે ભંગાયેલ પ્રતર જ્યોતિષ દેવો વડે અપહરાય છે. સ્વસ્થાને દેવીએ સંખ્યાતગુણી છે.
ટીકાનુ—બસો` છપ્પન અંગુલ પ્રમાણ સૂચિશ્રેણિમાં રહેલ આકાશપ્રદેશ વડે પ્રતરના આકાશપ્રદેશને ભાગતાં જે આવે તેટલા જ્યોતિષ દેવો છે. અથવા બસો છપ્પન અંગુલપ્રમાણ સૂચિશ્રેણિ જેવડા પ્રતરના જેટલા ખંડો થાય તેટલા જ્યોતિષ દેવો છે. અથવા બસો છપ્પન અંગુલ પ્રમાણ સૂચિશ્રેણિ જેવડા એક એક ખંડને એક સાથે સઘળા જ્યોતિષ દેવો અપહાર કરે તો એક જ સમયમાં તે સઘળા દેવો સંપૂર્ણ પ્રતરનો અ૫હાર કરે છે. ત્રણેમાં તાત્પર્ય એક જ છે.
તથા ચારે દેવનિકાયમાં પોતપોતાની નિકાયમાં રહેલા દેવોની અપેક્ષાએ દેવીઓ સંખ્યાતગુણી છે. પન્નવણાના મહાદંડકમાં તેવો પાઠ છે માટે. મહાદંડક આગળ બતાવશે. વૈમાનિક દેવોનું પ્રમાણ કહે છે—
असंखसेढिखपएसतुल्लया पढमदुइयकप्पेसु ।
सेढि असंखंससमा उवरिं तु जहोत्तरं तह य ॥ १६ ॥
असंख्येयश्रेण्याकाशप्रदेशतुल्याः प्रथमद्वितीयकल्पयोः ।
श्रेण्यसंख्येयांशसमा उपरि तु यथोत्तरं तथा च ॥ १६ ॥
અર્થ—અસંખ્યાતી શ્રેણિના આકાશપ્રદેશ તુલ્ય પહેલા અને બીજા દેવલોકના દેવો છે. ઉપરના દેવલોકના દેવો શ્રેણિના અસંખ્યાતમા ભાગપ્રમાણ છે. જેમ જેમ ઉપરના દેવો તેમ તેમ પૂર્વ પૂર્વથી અસંખ્યાતમા ભાગે છે.
ટીકાનુ—થ્નીકૃતલોકની સાતરાજ પ્રમાણ લાંબી અને એક પ્રદેશપ્રમાણ જાડી પહોળી અસંખ્યાતી સૂચિશ્રેણિમાં જેટલા આકાશપ્રદેશ હોય છે. તેટલા પહેલા સૌધર્મ દેવલોકમાં અને બીજા ઈશાન દેવલોકમાં એક એકમાં દેવો છે.
માત્ર સૌધર્મ દેવલોકના દેવોની અપેક્ષાએ ઈશાન દેવલોકના દેવો સંખ્યાતમા ભાગે છે. કારણ કે પન્નવણાસૂત્રના મહાદંડકમાં ઈશાન દેવલોકના દેવોથી સૌધર્મ દેવલોકના દેવો સંખ્યાત
૧. અહીં જ્યોતિષીદેવોની સંખ્યા જે રીતે બતાવી છે તેથી અનુયોગદ્વાર તથા પ્રજ્ઞાપના સૂત્રમાં કંઈક જુદી રીતે બતાવી છે, તે આ પ્રમાણે-બસો છપ્પન અંશુલ પ્રમાણ સૂચિશ્રેણિમાં જેટલા આકાશપ્રદેશો હોય તેનો વર્ગ કરતાં જે સંખ્યા આવે તેટલા પ્રદેશો પ્રમાણ ઘનીકૃત લોકના એક પ્રતરના જેટલા ખંડો થાય તેટલા કુલ જ્યોતિષીઓ છે. આ મત મુજબ પ્રથમ કરતાં ઘણી જ ઓછી સંખ્યા આવે.