________________
૧૪૦
પંચસંગ્રહ-૧
જે નારકીના જીવો જેનાથી અસંખ્યાતગુણ હોય છે, તેઓના અસંખ્યાતમે ભાગે તેઓ હોય છે. જેમ કે ત્રીજી નારકીના જીવોથી બીજી નારકીના જીવો અસંખ્યાતગુણ છે, તેથી ત્રીજી નારકીના જીવો બીજી નારકીના જીવોના અસંખ્યાતમે ભાગે વર્તે છે. તેથી જ રત્નપ્રભા પૃથ્વીના પૂર્વ, ઉત્તર અને પશ્ચિમ દિશામાં રહેલા નારકોના અસંખ્યાતમા ભાગે શર્કરામભા પૃથ્વીના નારકો છે. જ્યારે એમ છે ત્યારે પહેલી નારકના સઘળા નારકોના અસંખ્યાતમા ભાગે બીજી નારકીના નારકો તો હોય જ. આ પ્રમાણે નીચલી નરકમૃથ્વી માટે પણ વિચારી લેવું. હવે વ્યંતરોનું પ્રમાણ કહે છે–
संखेज्ज' जोयणाणं सूइपएसेहिं भाइओ पयरो । वंतरसुरेहिं हीइ एवं एक्केवभेएणं ॥१४॥ संख्येययोजनानां सूचिप्रदेशैर्भाजितः प्रतरः ।
व्यन्तरसुरैर्हियते एवमेकैकभेदेन ॥१४॥ અર્થ સંખ્યાતા યોજન પ્રમાણ સૂચિ શ્રેણિના આકાશપ્રદેશ વડે ભંગાયેલ પ્રતર વ્યન્તર દેવો વડે અપહરાય છે. આ પ્રમાણે પ્રત્યેક વ્યત્તર નિકાય માટે સમજવું.
ટીકાનુ–સંખ્યાતા યોજન પ્રમાણ સૂચિ શ્રેણિમાં રહેલા આકાશપ્રદેશ વડે એક ખતરના આકાશપ્રદેશને ભાગતાં જે આવે તેટલા વ્યંતરદેવો છે. એટલે કે સંખ્યાતા યોજન પ્રમાણ સૂચિ શ્રેણિ જેવડા એક પ્રતરના જેટલા ખંડો થાય તેટલા વ્યંતરદેવો છે. અથવા આ પ્રમાણે પણ કલ્પના થઈ શકે–સંખ્યાતા યોજન પ્રમાણ સૂચિશ્રેણિ જેવડા પ્રતરના એક એક ખંડને દરેક વ્યંતરો એક સાથે ગ્રહણ કરે તો તે સઘળા વ્યંતરદેવો એક જ સમયે તે સંપૂર્ણ પ્રતરને ગ્રહણ કરી શકે છે. ભાવાર્થ એક જ છે.
આ પ્રમાણે દરેક વ્યત્તર નિકાયના પ્રમાણ માટે પણ સમજવું. તાત્પર્ય એ છે કે જે રીતે સઘળા વ્યન્તર દેવોનું પ્રમાણ કહ્યું તે પ્રમાણે એક એક ચત્તરનિકાયનું પ્રમાણે પણ સમજવું.
આ પ્રમાણે લેતાં સઘળા વ્યન્તરદેવોના સમૂહની પ્રમાણભૂત સંખ્યા સાથે વિરોધ નહિ આવે. કારણ કે પ્રતરના આકાશપ્રદેશને ભાગનાર જે સંખ્યાતા યોજન પ્રમાણ સૂચિશ્રેણિના આકાશપ્રદેશ લેવાનું કહ્યું છે. તે સંખ્યાતુ નાનું મોટું લેવાનું છે. જ્યાં એક એક વ્યંતરની સંખ્યા કાઢવી હોય ત્યાં મોટા સંખ્યાતા યોજન પ્રમાણ સૂચિશ્રેણિના આકાશપ્રદેશ વડે ભાગવા, જેથી જવાબની સંખ્યા નાની આવે. અને સર્વ સમૂહની સંખ્યા કાઢવી હોય ત્યાં નાના સંખ્યાતા યોજના પ્રમાણ સૂચિશ્રેણિના આકાશપ્રદેશ વડે પ્રતરના આકાશપ્રદેશને ભાગવા, જેથી બધા વ્યંતરોના સરવાળા જેટલી જ સંખ્યા આવે. તેથી અહીં કંઈ વિરોધ નથી. ૧૪
૧. અહીં વ્યંતરોની સંખ્યા આ પ્રમાણે જણાવી. પરંતુ અનુયોગ દ્વારસૂત્ર તથા પ્રજ્ઞાપના સૂત્રમાં આ પ્રમાણે છે, કંઈક ન્યૂન સંખ્યાતા સો યોજન સૂચિશ્રેણિના પ્રદેશોનો વર્ગ કરવો અને તેમાં કુલ કેટલા પ્રદેશો આવે તેટલા પ્રદેશો પ્રમાણે ઘનીકૃત લોકના એક પ્રતરના જેટલા ખંડો થાય તેટલા કુલ વ્યંતરો છે. આ અભિપ્રાયે પ્રથમની સંખ્યા કરતાં ઘણી ઓછી સંખ્યા આવે.