________________
દ્વિતીયદ્વાર
૧૩૯
સાતમી નરકપૃથ્વીના દક્ષિણ દિશાના નારકીઓથી છઠ્ઠી તમઃ પ્રભા નરકપૃથ્વીમાં પૂર્વ, ઉત્તર અને પશ્ચિમ દિશામાં ઉત્પન્ન થયેલા નારકીઓ અસંખ્યાતગુણા છે. અસંખ્યાતગુણા કેમ હોઈ શકે ? એમ પૂછતા હો તો સાંભળો—સર્વોત્કૃષ્ટ પાપ કરનાર સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યો સાતમી નરક પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. અને કંઈક ન્યૂન ન્યૂન પાપ કરનારા છઠ્ઠી આદિ નરક પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. સર્વોત્કૃષ્ટ પાપ કરનારા સૌથી અલ્પ હોય છે, અને અનુક્રમે કંઈક ઓછું ઓછું પાપ કરનારા વધારે વધારે હોય છે. તે હેતુથી સાતમી નરકપૃથ્વીમાં દક્ષિણ દિશાના નારક જીવોની અપેક્ષાએ છઠ્ઠી નરકપૃથ્વીમાં પૂર્વ, ઉત્તર, પશ્ચિમ દિશાના નારકીઓનું અસંખ્યાતગુણપણું ઘટે છે. આ પ્રમાણે ઉત્તરોત્તર નરકપૃથ્વી આશ્રયી પણ જાણી લેવું.
.
તેઓથી તે જ છઠ્ઠી પૃથ્વીમાં દક્ષિણ દિશામાં રહેલા નારકીઓ અસંખ્યાતગુણા છે. અસંખ્યાતગુણ હોવાનું કારણ પૂર્વે કહ્યું છે તે જ સમજવું. તેઓથી પાંચમી ધુમપ્રભા પૃથ્વીમાં પૂર્વ ઉત્તર અને પશ્ચિમ દિશાના નારકી અસંખ્યાતગુણા છે, તેનાથી તે જ પાંચમી નરક-પૃથ્વીમાં દક્ષિણ દિશામાં રહેલા નારકીઓ અસંખ્યાતગુણા છે, તેઓથી ચોથી પંકપ્રભા પૃથ્વીમાં પૂર્વ ઉત્તર અને પશ્ચિમ દિશામાં રહેલા નારકીઓ અસંખ્યાતગુણા છે, તેનાથી તે જ નરકપૃથ્વીમાં દક્ષિણ દિશાના નારકીઓ અસંખ્યાતગુણા છે, તેનાથી ત્રીજી વાલુકાપ્રભાપૃથ્વીમાં પૂર્વ, ઉત્તર અને પશ્ચિમ દિશામાં રહેલા નારકીઓ અસંખ્યાત ગુણા છે, તેનાથી તે જ નરકપૃથ્વીમાં દક્ષિણ દિશાના નારકીઓ અસંખ્યાત ગુણા છે, તેનાથી બીજી શર્કરાપ્રભા પૃથ્વીમાં પૂર્વ, ઉત્તર અને પશ્ચિમ દિશાના નારકીઓ અસંખ્યાતગુણા છે, તેનાથી તે જ નરકપૃથ્વીમાં દક્ષિણ દિશામાં રહેલા નારકીઓ અસંખ્યાતગુણા છે તેનાથી પહેલી રત્નપ્રભા નરકપૃથ્વીમાં પૂર્વ ઉત્તર અને પશ્ચિમ દિશામાં રહેલા નારકીઓ અસંખ્યાતગુણા છે, અને તેઓથી તે જ રત્નપ્રભા નારકીમાં દક્ષિણ દિશામાં રહેલા નારકીઓ અસંખ્યાતગુણા છે.
પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે—‘દિશાને અનુસરીને નીચે સાતમી નરકપૃથ્વીના નારકીઓ પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં સૌથી અલ્પ છે, તેનાથી દક્ષિણ દિશામાં અસંખ્યાતગુણ છે. સાતમી નરકપૃથ્વીના દક્ષિણ દિશાના નારકીઓથી છઠ્ઠી તમઃપ્રભા પૃથ્વીમાં પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશાના નારકીઓ અસંખ્યાતગુણ છે. તેનાથી દક્ષિણ દિશામાં અસંખ્યાતગુણા છે. તમઃપ્રભા પૃથ્વી દક્ષિણ દિશાના નારકોથી પાંચમી ધુમપ્રભા નરકપૃથ્વીમાં પૂર્વ, ઉત્તર અને પશ્ચિમ દિશામાં અસંખ્યાતગુણા નારકીઓ છે. તેનાથી દક્ષિણ દિશામાં અસંખ્યાતગુણા છે. ધુમપ્રભા પૃથ્વીના દક્ષિણ દિશાના નારકોથી ચોથી પંકપ્રભામાં પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં નારકીઓ અસંખ્યાતગુણા છે, તેનાથી દક્ષિણ દિશામાં અસંખ્યાતગુણા છે. પંકપ્રભા પૃથ્વીના દક્ષિણ દિશાના નારકોથી ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વીમાં પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશાના નારકીઓ અસંખ્યાતગુણા છે, તેનાથી દક્ષિણ દિશામાં અસંખ્યાતગુણા છે. વાલુકાપ્રભા પૃથ્વીના દક્ષિણ દિશાના ના૨કીઓથી બીજી શર્કરાપ્રભા પૃથ્વીમાં પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દિશાના નારકીઓ અસંખ્યાતગુણા છે. તેનાથી દક્ષિણ દિશામાં અસંખ્યાતગુણા છે. શર્કરાપ્રભા પૃથ્વીના દક્ષિણ દિશાના નારકોથી પહેલી રત્નપ્રભા નરકપૃથ્વીમાં પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં રહેલા નારકજીવો અસંખ્યાતગુણા છે, તેનાથી તે જ નરકપૃથ્વીમાં દક્ષિણ દિશામાં રહેલા નારકીઓ અસંખ્યાતગુણા છે.'