________________
૧૩૮
પંચસંગ્રહ-૧ ભાગપ્રમાણ નારકો છે. ત્રીજી નરકપૃથ્વીના નારકીઓની અપેક્ષાએ ચોથી પૃથ્વીમાં અસંખ્યાતમા ભાગ પ્રમાણ નારકીઓ છે. આ પ્રમાણે સાતે નરકમૃથ્વીમાં સમજવું.
શ્રેણિનો અસંખ્યાતમો ભાગ ઉત્તરોત્તર નાનો નાનો લેવાનો હોવાથી ઉપરોક્ત અલ્પબદુત્વ ઘટે છે.
પ્રશ્ન–બીજી નારકીથી આરંભી ઉત્તરોત્તર અસંખ્યાતમાં અસંખ્યાતમા ભાગપ્રમાણ નારકીઓ છે એ શી રીતે સમજી શકાય ?
ઉત્તર–યુક્તિના વશથી સમજી શકાય છે. તે યુક્તિ આ પ્રમાણે છે.
સાતમી નરકમૃથ્વીમાં પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દિશામાં રહેલા નારકીઓ અલ્પ છે, તેઓથી તે જ સાતમી નારકીમાં દક્ષિણ દિશામાં રહેલા નારકીઓ અસંખ્યાત ગુણા છે.
પ્રશ્ન-દક્ષિણ દિશામાં અસંખ્યાત ગુણ શા માટે છે?
ઉત્તર–જગતમાં બે પ્રકારના આત્માઓ છે. ૧ શુક્લપાણિક, કૃષ્ણપાલિક. તેઓનું લક્ષણ આ પ્રમાણે છે : જે જીવોને કંઈક ન્યૂન અધપુદ્ગલ પરાવર્તન માત્ર સંસાર જ શેષ હોય છે તે શુલપાક્ષિક કહેવાય છે. અને તેથી વધારે કાળ જેઓનો બાકી છે તે આત્માઓ કૃષ્ણપાક્ષિક કહેવાય છે.
કહ્યું છે કે, “જેઓનો કંઈક ન્યૂન અદ્ધિ પુદ્ગલ પરાવર્તન સંસાર શેષ હોય તે અવશ્ય શુક્લપાક્ષિક કહેવાય છે, અને અર્ધ્વપુદ્ગલ પરાવર્તનથી વધારે સંસાર જેઓનો શેષ હોય તે કૃષ્ણપાક્ષિક કહેવાય છે.”
આટલા ન્યૂન સંસારવાળા જીવ અલ્પ હોવાથી શુક્લપાક્ષિક આવો થોડા છે, અને કૃષ્ણપાક્ષિક વધારે છે.'
કૃષ્ણપાક્ષિક જીવો તથાસ્વભાવે દક્ષિણ દિશામાં વધારે ઉત્પન્ન થાય છે. પરંતુ શેષ ત્રણ દિશામાં વધારે ઉત્પન્ન થતા નથી. દક્ષિણ દિશામાં કૃષ્ણપાક્ષિક જીવોનું વધારે સંખ્યામાં ઉત્પન્ન થવાનું કારણ તથાસ્વભાવ છે.
તે તથાસ્વભાવને પૂર્વાચાર્યોએ યુક્તિ વડે આ પ્રમાણે ઘટાવ્યો છે—કૃષ્ણપાક્ષિક આત્માઓ દીર્ઘકાળ પર્યત સંસારમાં રખડનારા કહેવાય છે. દીર્ઘકાળ પર્યત સંસારમાં રખડનારાઓ ઘણા પાપના ઉદયવાળા છે, પાપના ઉદય વિના સંસારમાં રખડે નહિ માટે. બહુ પાપના ઉદયવાળા કૂર કર્મી હોય છે. ક્રૂરકર્મી વિના બહુ પાપ બાંધે નહિ માટે. અને તે કૂરકર્મીઓ પ્રાયઃ ભવ્યો હોવા છતાં પણ તથાસ્વભાવે–જીવસ્વભાવે દક્ષિણ દિશામાં વધારે ઉત્પન્ન થાય છે. પરંતુ શેષ ત્રણ દિશામાં વધારે પ્રમાણમાં ઉત્પન્ન થતા નથી.
કહ્યું છે કે—કૃષ્ણપાક્ષિક આત્માઓ ક્રૂરકર્મી હોય છે અને તેથી નારકી, મનુષ્ય, તિર્યંચ અને દેવગતિ આદિ સ્થાનોમાં ભવ્યો હોવા છતાં પણ પ્રાય: દક્ષિણ દિશામાં ઉત્પન્ન થાય છે.” આ પ્રમાણે દક્ષિણ દિશામાં ઘણા કૃષ્ણપાલિકજીવોની ઉત્પત્તિનો સંભવ હોવાથી પૂર્વ, ઉત્તર અને પશ્ચિમથી દક્ષિણ દિશાના અસંખ્યાતગુણા સંભવે છે.