________________
દ્વિતીયદ્વાર
૧૩૭
એ જ પ્રમાણે પર્યાપ્ત તેઈન્દ્રિય, ચૌરિન્દ્રિય અને અસંજ્ઞીપંચેન્દ્રિય માટે પણ સમજવું.
એક પ્રતરના અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જેટલા ખંડો થાય તેટલા અપર્યાપ્ત બેઇન્દ્રિય, ઇન્દ્રિય, ચૌરિન્દ્રિય અને અસંજ્ઞીપંચેન્દ્રિયો સમજવા. એટલે કે એક પ્રતરના આકાશપ્રદેશને અંગુલના અસંખ્યાતમા ભાગમાં રહેલ આકાશપ્રદેશ વડે ભાગતાં જે આવે તેટલા અપર્યાપ્ત બેઈન્દ્રિયાદિ દરેક પ્રકારના જીવો છે એમ સમજવું.
જો કે તે સઘળા પર્યાપ્ત અને અપર્યાપ્તા બેઇજિયાદિ સામાન્ય સ્વરૂપે સમાન પ્રમાણવાળા કહ્યા છે તોપણ અંગુલનો સંખ્યાતમો અને અસંખ્યાતમો ભાગ નાનો મોટો લેવાનો હોવાથી વિશેષ સ્વરૂપે તેઓનું અલ્પબહુત આ પ્રમાણે સમજવું.
પર્યાપ્ત ચૌરિન્દ્રિય સૌથી અલ્પ, તેનાથી પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય વિશેષાધિક છે. તેઓથી પર્યાપ્ત બેઇન્દ્રિય વિશેષાધિક છે, તેનાથી પર્યાપ્ત તેઇન્દ્રિય વિશેષાધિક છે, તેનાથી અપર્યાપ્ત અસંજ્ઞીપંચેન્દ્રિય અસંખ્યાત ગુણા છે, તેનાથી અપર્યાપ્ત ચૌરિન્દ્રિય વિશેષાધિક છે, તેનાથી એપર્યાપ્ત તેઈન્દ્રિય વિશેષાધિક છે, અને તેનાથી અપર્યાપ્ત બેઈન્દ્રિય વિશેષાધિક છે. ૧૨
આ પ્રમાણે અસંશી પંચેન્દ્રિય સુધીના સઘળા જીવોની સંખ્યા કહી. હવે સંજ્ઞીની પ્રરૂપણા માટે કહે છે –
सन्निचउसु गइसु पढमाए असंख सेढि नेरइया । सेढिअसंखेज्जंसो सेसासु जहोत्तरं तह य ॥१३॥ संज्ञिनश्चतसृषु गतिषु प्रथमायामसंख्येयाः श्रेणयो नारकाः ।
श्रेण्यसंख्येयांशः शेषासु यथोत्तरं तथा च ॥१३॥ અર્થ સંશી ચારે ગતિમાં હોય છે. પહેલી નરકમૃથ્વીમાં અસંખ્યાતી સૂચિશ્રેણિ પ્રમાણ નારકો છે. અને શેષ પૃથ્વીમાં શ્રેણિના અસંખ્યાતમા ભાગ પ્રમાણ નારકો છે. અને તે ઉત્તરોત્તર અસંખ્યાતમાં અસંખ્યાતમા ભાગપ્રમાણ છે.
ટીકાનુ–સંજ્ઞીજીવો ચારે ગતિમાં હોય છે, તેથી ચારે ગતિ આશ્રયી સંખ્યાનો વિચાર કરવો જોઈએ. તેમાં પહેલાં નરકગતિ આશ્રયી વિચાર કરે છે –
પહેલી રત્નપ્રભા નરક પૃથ્વીમાં સાતરાજ પ્રમાણ ઘનીકૃત લોકની એક પ્રાદેશિકી અસંખ્યાતી સૂચિશ્રેણિ પ્રમાણ નારકો છે, એટલે કે અસંખ્યાતી સૂચિશ્રેણિના જેટલા આકાશપ્રદેશ થાય, તેટલા પહેલી નારકીમાં નારક જીવો છે.
ગાથાના અંતમાં રહેલ “ચ” એ ગાથામાં નહિ કહેલ વસ્તુને ગ્રહણ કરવાનું સૂચવતો હોવાથી ભવનપતિ દેવતાઓ પણ તેટલી જ સૂચિશ્રેણિ પ્રમાણ છે. આ હકીકત ગાથામાં સાક્ષાત્ કહી નથી છતાં “ચ” શબ્દથી ગ્રહણ કરવાની છે એમ સમજવું. શેષ બીજી આદિ નરકમૃથ્વીમાં સૂચિશ્રેણિના અસંખ્યાતમા પરંતુ ઉત્તરોત્તર પૂર્વ પૂર્વ પૃથ્વીમાં રહેલ નારકોની અપેક્ષાએ અસંખ્યાતમાં અસંખ્યાતમા ભાગ પ્રમાણ જાણવા. તે આ પ્રમાણે
બીજી નરકમૃથ્વીમાં રહેલ નારકજીવોની અપેક્ષાએ ત્રીજી પૃથ્વીમાં અસંખ્યાતમા પંચ૦૧-૧૮