________________
१३
કર્મનું સ્વરૂપ સમજવા માટે કેટલીક વાતો ખ્યાલમાં રાખવા જેવી છે.
કર્મનાં પુદ્ગલો છે, વિભાવદશામાં વર્તતો આત્મા તે પુદ્ગલો ગ્રહણ કરે છે. આત્મા સાથે તે પુદ્ગલો એકમેક થઈ જાય છે. આ સર્વ સ્વભાવસિદ્ધ છે. અગ્નિ આકાશને બાળી શકતો નથી અને ચંદન આકાશને ઠંડક આપતું નથી એવું આ વિષયમાં નથી. મદિરા બુદ્ધિને બગાડે છે અને બ્રાહ્મી બુદ્ધિને સ્ફૂર્તિ આપે છે. એટલે તર્કથી પર વિષયોમાં પદાર્થને અસંગત કરતા તર્ક આગળ કરીને વિચારણા કરનાર જીવ ભૂલ કરે છે.
બંધાયેલા કર્મ આત્માના ગુણને દબાવે છે. એ જે જે ગુણને દબાવે છે તેને અનુરૂપ કર્મનાં નામ છે. આ કારણે કર્મના મૂળ આઠ પ્રકાર પડ્યા છે. દરેક કર્મના ઉત્તર વિભાગ છે. આ ઉત્તર પ્રકૃતિઓ સુધીનું સ્વરૂપ વિસ્તારથી મળે છે. પણ તેની અવાન્તર પ્રકૃતિઓ, તેમાં પણ ભેદો વગેરે વિચારણાઓ પણ છૂટી છવાઈ થયેલી છે. વિશ્વમાં જણાતો જીવનો કોઈ પણ ભાવ એવો નથી કે જેમાં કર્મ ભાગ ન ભજવતું હોય. કર્મ કેમ બંધાય છે ? કર્મબંધનાં કારણ કયાં છે ? ઇત્યાદિ વિચારો વ્યવસ્થિત કરવાથી કર્મનું સ્વરૂપ યથાવત્ સમજાય છે. કારણ દૂર કરવાથી તેને લીધે આવતાં કર્મો બંધ થાય છે. પછી કર્મ બંધાતું હોય તોપણ આત્માના તે તે ગુણને તે કર્મ ઢાંકી શકતું નથી.
બાંધેલું કર્મ અવશ્ય ભોગવવું પડે છે. એ ભોગ રસથી અને પ્રદેશથી એમ બે પ્રકારનો છે. પ્રદેશથી દરેક કર્મ વેદવું જ પડે. રસથી વેદાય પણ ખરું અને ન પણ વેદાય. રસથી વેદાતું જ કર્મ વેદાય છે એવું સમજાય છે.
કર્મમાં પરિવર્તન એટલે ફેરફાર થઈ શકે છે. મૂળ સ્વભાવ કાયમ રહે છે પણ અવાન્તર પરાવર્તન થાય છે. અવાન્તર પરાવર્તનમાં પણ કોનું થાય, કોનું ન થાય ઇત્યાદિ સ્વરૂપ સમજવા જેવું છે. બંધાયેલું કર્મ જીવ ધારે તો જલદી પણ વેદી શકે છે. કર્મમાં આ સર્વ કાર્ય કરનાર જે પ્રક્રિયા તે કરણ કહેવાય છે. એ કરણો આઠ છે. ૧. બંધન, ૨. સંક્રમ, ૩. ઉર્તના, ૪. અપવર્તના, ૫. ઉદીરણા, ૬. ઉપશમના ૭. નિત્તિ અને ૮. નિકાચના. આ કરણોની વિચારણા કરવાથી કર્મ અંગે જીવ શું કરી શકે છે ? એનું ભાન સ્પષ્ટ થાય છે. વિશ્વતંત્રનું નિયમન કરનારા પાંચમાં કર્મ પણ છે. કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ અને પુરુષાર્થ એ પાંચ છે. એ પાંચ મળ્યા સિવાય કોઈપણ કાર્ય થતું નથી એ નિયમ છે. છતાં પણ કાર્યવિશેષે એક-બીજાનો પ્રધાન-ગૌણભાવ અવશ્ય રહે છે. કાળ-સ્વભાવ ને નિયતિની વિવક્ષા ગૌણ કરીને આગમોમાં કર્મ અને પુરુષાર્થ અંગે કેટલીક વિશિષ્ટ વિચારણાઓ બલાબલ અંગે કરી છે. કર્મ બળવત્ છે કે પુરુષાર્થ બળવાન્ છે ? એ પ્રશ્ન અડીખમ સદાને માટે ખડો જ રહ્યા કરે એવો છે. કારણ કે વિશ્વમાં બન્ને રીતે બનતું આવ્યું છે, બને છે અને બન્યા કરશે. ક્યારેક કર્મ આત્મા ઉપર જોર કરી જાય છે તો ક્યારેક આત્મા કર્મ ઉપર જોર કરી જાય છે. શ્રી ભગવતીજી સૂત્રમાં પણ એ હકીકત સ્પષ્ટ કહી છે. “સ્ત્યવિ મ્મારૂં વહિયારૂં, ત્યવિ ગપ્પા વૃત્તિઓ”.
આત્માને સ્વાધીન પુરુષાર્થ છે. ભવ્ય પુરુષાર્થ કેળવીને કર્મબંધનમાંથી સદા માટે મુક્ત બનવું એ પરમધ્યેય છે. એ ધ્યેયની સિદ્ધિ અનંતા આત્માઓએ કરી છે. એટલે જીવે કર્મ સામે