________________
११
માતૃસંસ્થા શ્રીમદ્ યશોવિજયજી પાઠશાળાનો, પૂજ્ય વિદ્યાગુરુઓનો અને સ્વર્ગગત પરમપૂજ્ય આચાર્યદેવ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબ આદિનો હું અત્યન્ત ઋણી છું અને તે સર્વનો જેટલો આભાર માનું તેટલો ઓછો જ છે.
સારસંગ્રહ આદિનું સંપૂર્ણ મેટર પ્રથમ દ્વારનું પરમપૂજ્ય મુનિરાજ શ્રી જગચન્દ્ર વિ. મ સા, દ્વિતીય દ્વારનું પંડિતશ્રી ધીરજલાલ ડાહ્યાલાલે, તૃતીય દ્વારનું મુનિરાજ શ્રી મહાભદ્રવિજયજી મ સા, જયઘોષવિજયજી મ૰ સા, વીશેખરવિજયજી મ. સા. અને પંડિત શ્રી છબીલદાસ કેશરીચંદભાઈએ અને એકથી પાંચે દ્વારનું મેટર પંડિત શ્રી અમુલખદાસ મૂળચંદભાઈએ તેમજ પંચમ દ્વારનું મેટર પ. પૂ જયઘોષ વિ મ૰ સા તથા વીરશેખર વિ મહારાજ સાહેબે તથા પૂ. મુનિરાજ શ્રી કુંદકુંદવિજયજી મ. સાહેબે ખૂબજ કાળજીપૂર્વક તપાસી આપેલ અને તેઓશ્રીની સૂચનાથી યોગ્ય સુધારાઓ પણ કરેલ છે. ભાઈ પુનમચંદ કેવળચંદ તથા પંડિત શ્રી બાબુલાલ સવચંદભાઈનું.પણ કેટલુંક માર્ગદર્શન મળેલ તેથી આ સ્થળે તે સર્વનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. તથા શુદ્ધિપત્રક બનાવવા આદિ આ ગ્રંથના સંપૂર્ણ કાર્યમાં સંસ્થાના ભૂતપૂર્વ અધ્યાપક ભાઈ શ્રી રતિલાલ ચીમનલાલે સંપૂર્ણ સહકાર આપેલ અને પ્રેસકોપી આદિના કાર્યમાં ગૃહપતિ શાન્તિલાલ સોમચંદભાઈ તથા અધ્યાપક વસંતલાલ નરોત્તમદાસનો પણ સહકાર મળેલ છે.
સારસંગ્રહાદિક તૈયાર કરવામાં શક્ય તેટલી કાળજી રાખવા છતાં છદ્મસ્થતા દોષ તથા પ્રેસદોષ આદિના કારણે કંઈપણ સ્ખલના રહી ગઈ હોય અને કોઈપણ સ્થળે કંઈ પણ આગમવિરુદ્ધ લખાયું હોય તે બદલ સરળ ભાવે મિથ્યાદુષ્કૃત માગું છું અને આ વિષયના નિષ્ણાત સુજ્ઞ મહાશયોને જે કંઈ ક્ષતિઓ જણાય તે જણાવવા નમ્રભાવે વિજ્ઞપ્તિ કરવાપૂર્વક વિરમું છું.
વીર સંવત્ ૨૪૯૭ વિક્રમ સંવત્ ૨૦૨૭ વૈશાખ વદ ૭ સોમવાર
તારીખ ૧૭-૫-૧૯૭૧
લિ
વડગામ (રાજસ્થાન) નિવાસી પુખરાજ અમીચંદજી કોઠારી
શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા મહેસાણા (ઉ.ગુ)