________________
પંચસંગ્રહ-૧
(૩) રૂપી પદાર્થોની મર્યાદાવાળો આત્મ-સાક્ષાત્મણે પદાર્થનો સામાન્ય બોધ તે અવધિદર્શન.
(૪) સમયે સમયે લોક-અલોકમાં રહેલ સર્વપદાર્થનો સામાન્ય બોધ તે કેવળદર્શન.
છદ્મસ્થજીવોને પ્રથમ નિરાકારોપયોગ અને પછી સાકારોપયોગ એમ અંતર્મુહૂર્તે અંતર્મુહૂર્તે ઉપયોગ બદલાય છે, જ્યારે કેવળી ભગવંતોને પ્રથમ સાકારોપયોગ અને પછી . નિરાકારોપયોગ એમ સમયે સમયે બદલાય છે.
ચૌદ જીવસ્થાનકો - (૧) સૂક્ષ્મ એકેન્દ્રિય, (૨) બાદર એકેન્દ્રિય, (૩) બેઇન્દ્રિય, (૪) તેઈન્દ્રિય (૫) ચરિન્દ્રિય (૬) અસંજ્ઞી પંચેન્દ્રિય અને (૭) સંજ્ઞીપંચેન્દ્રિય એ સાતે પર્યાપ્ત અને સાતે અપર્યાપ્ત એમ કુલ ચૌદ અવસ્થાનક એટલે કે સંસારી જીવોના પ્રસિદ્ધ ભેદો છે.
(૧) અસંખ્ય શરીરો એકઠા થવા છતાં ચર્મચક્ષુથી જે જોઈ ન શકાય તેમ જે શસ્ત્રાદિથી છેદાય–ભેદાય નહિ તેવા સૂક્ષ્મ નામકર્મના ઉદયવાળા જે જીવો તે સૂક્ષ્મ એકેન્દ્રિય, તે ચૌદ રાજલોકમાં ઠાંસી ઠાંસીને ભરેલા છે.
(૨) એક અથવા અસંખ્ય શરીરો ભેગાં થાય ત્યારે જે ચર્મચક્ષુથી દેખી શકાય, શસ્ત્રાદિથી છેદી-ભેદી શકાય તેવા બાદર નામકર્મના ઉદયવાળા પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ તે બાદર એકેન્દ્રિય, તે લોકના અમુક અમુક નિયત સ્થાનોમાં રહેલાં છે.
(૩) સ્પર્શન અને સન એ બે ઇન્દ્રિયવાળા શંખ, કોડ, ગંડોળા વગેરે જે જીવો તે બેઇન્દ્રિય.
(૪) સ્પર્શન, રસન અને ધ્રાણરૂપ ત્રણ ઇન્દ્રિયવાળા કાનખજૂરા, માંકડ વગેરે જે જીવો તે તે ઇન્દ્રિય.
(૫) ઉપર જણાવેલ ત્રણ ઉપરાંત ચક્ષુઇન્દ્રિય જેને હોય તે માખી વીંછી વગેરે જીવો તે ચઉરિન્દ્રિય. પાંચે ઈન્દ્રિયવાળા જીવો તે પંચેન્દ્રિય.
(૬) દીર્ઘકાલિકી સંજ્ઞા વિનાના જે પંચેન્દ્રિય તે અસંજ્ઞીપંચેન્દ્રિય. (૭) દીર્ઘકાલિકી સંજ્ઞા જેને હોય તે સંજ્ઞીપંચેન્દ્રિય.
પુદ્ગલના સમૂહથી ઉત્પન્ન થયેલ, સંસારી જીવને શરીર ધારણ કરી જીવવાની જે શક્તિ તે પર્યાપ્તિ. તે આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છવાસ, ભાષા અને મનના ભેદથી છ પ્રકારે છે.
એકેન્દ્રિયોને પ્રથમની ચાર, વિકલેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિયને પાંચ અને સંજ્ઞીપંચેન્દ્રિય જીવોને છયે પર્યાપ્તિઓ હોય છે.
સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિઓ પૂર્ણ કરીને જ જે જીવો મૃત્યુ પામે તે પર્યાપ્ત, અને સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા વિના જ જે મૃત્યુ પામે તે અપર્યાપ્ત. વળી તે દરેકના લબ્ધિ અને કરણ એમ બે બે પ્રકાર છે.