________________
પ્રથમદ્વાર-સારસંગ્રહ
છે. માટે તેની જુદી વિવક્ષા કરવામાં આવી નથી.
ઉપર જણાવેલ મુખ્ય ત્રણે યોગોમાંથી જે જીવોને જેટલા યોગો હોય યોગોમાંથી અંતર્મુહૂર્તો અવશ્ય પરાવર્તન થાય છે અને કેવળ કાયયોગવાળા જીવોને જીવનપર્યંત કેવળ કાયયોગ હોય છે.
૮૧
ઉપયોગો
જે શક્તિ વડે જીવ પદાર્થ જાણવામાં પ્રવૃત્તિ કરે તે ઉપયોગ. તેના (૧) સાકાર અને (૨) નિરાકાર એમ બે મુખ્ય ભેદ છે.
(૧) જે શક્તિ વડે જીવ સામાન્ય અને વિશેષ સ્વરૂપવાળા પદાર્થને વિશેષ સ્વરૂપે જાણે એટલે કે આકાર-જાતિ આદિ વિશિષ્ટ સ્વરૂપે જાણે તે સાકારોપયોગ. તેને જ્ઞાનોપયોગ અથવા વિશેષોપયોગ પણ કહેવામાં આવે છે, તેના (૧) મતિ (૨) શ્રુત (૩) અવધિ (૪) મન:પર્યવ અને (૫) કેવળજ્ઞાન તેમજ (૬) મતિ-અજ્ઞાન (૭) શ્રુત અજ્ઞાન અને (૮) વિભંગજ્ઞાન એમ આઠ પ્રકાર છે.
(૧) મનન કરવું તે મતિ અથવા જે શક્તિ વડે યોગ્યદેશમાં રહેલ પદાર્થને પાંચ ઇન્દ્રિયો અને મન દ્વારા વિશેષ સ્વરૂપે જાણે તે મતિજ્ઞાન. તેનું આભિનિબોધિક એવું બીજું પણ નામ છે.
(૨) જેના વડે સંભળાય અથવા જે સંભળાય તે શ્રુત જ્ઞાન, અથવા જેના વડે શ્રુતાનુસારી શબ્દ ઉપરથી અર્થનો અથવા અર્થ ઉપરથી શબ્દોનો બોધ થાય તે શ્રુતજ્ઞાન.
(૩) જેના વડે ઇન્દ્રિય નિરપેક્ષપણે નીચે નીચે વિસ્તારવાળી વસ્તુ જણાય અથવા જેના વડે રૂપી પદાર્થને જાણવા રૂપ મર્યાદાવાળું જ્ઞાન થાય તે અવધિજ્ઞાન.
(૪) જેના વડે અઢીદ્વીપમાં રહેલ સંજ્ઞી-પંચેન્દ્રિયજીવોના મનને સર્વ બાજુથી જાણે અથવા મનપણે પરિણામ પામેલ મનોવર્ગણાને જાણી અનુમાન દ્વારા વિચારેલ પદાર્થને જાણે તે મન:પર્યવ, મન:પર્યય કે મન:પર્યાય જ્ઞાન કહેવાય છે (૫) જેના વડે સમયે સમયે લોકઅલોકવર્તિ સર્વ પદાર્થનો વિશેષ પ્રકારે બોધ થાય તે કેવળજ્ઞાન. તેના એક, અસાધારણ, નિધિાત, અનંત, શુદ્ધ, સકલ વગેરે પણ નામો છે. (૬-૭-૮) મિથ્યાત્વથી કલુષિત એવાં જે પ્રથમનાં ત્રણ જ્ઞાનો તે જ અનુક્રમે મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિભંગજ્ઞાન કહેવાય છે. અહીં અજ્ઞાનનો જ્ઞાનનો અભાવ એવો અર્થ નથી, પરંતુ વિપરીત જ્ઞાન તે અજ્ઞાન એવો અર્થ છે.
(૨) જેના વડે સામાન્ય વિશેષ સ્વરૂપવાળા પદાર્થને સામાન્ય સ્વરૂપે જાણે એટલે આકાર જાતિ આદિ વિશેષ સ્વરૂપે ન જાણે તે નિરાકારોપયોગ. તેને દર્શનોપયોગ અથવા સામાન્યોપયોગ પણ કહેવાય છે. તેના (૧) ચક્ષુર્દર્શન, (૨) અચક્ષુર્દર્શન, (૩) અવધિદર્શન અને (૪) કેવળદર્શન એમ ચાર પ્રકાર છે.
(૧) ચક્ષુ વડે પદાર્થનો સામાન્ય બોધ તે ચતુર્દર્શન.
(૨) ચક્ષુ સિવાયની ચાર ઇંદ્રિયો અને મન દ્વારા પદાર્થનો સામાન્ય બોધ તે
અચક્ષુર્દર્શન. પંચ ૧-૧૧