________________
પ્રથમવાર-સારસંગ્રહ
.(૧) સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કરી હોય કે ન કરી હોય પરંતુ જે અવશ્ય કરીને જ મૃત્યુ પામે તે લબ્ધિ પર્યાપ્ત.
(૨) જે જીવો સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ કર્યા વિના જ મૃત્યુ પામે તે લબ્ધિઅપર્યાપ્ત. (૩) જેણે સ્વયોગ્ય સર્વ પર્યાપ્તિઓ પૂર્ણ કરી હોય તે કરણ પર્યાપ્ત.
(૪) જેણે સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ ન કરી હોય પરંતુ અવશ્ય પૂર્ણ કરશે તે કરણ અપર્યાપ્ત. આ અર્થ ટીકામાં બતાવેલો છે. પરંતુ કેટલેક સ્થળે સ્વયોગ્ય પર્યાપ્તિઓ પૂર્ણ ન કરી હોય તે કરણ અપર્યાપ્ત–આવો પણ અર્થ છે.
માર્ગણાઓ * અમુક પ્રકારે શોધવું અથવા વિચારવું તે માર્ગણા. તેના મૂળ ભેદ ચૌદ અને ઉત્તરભેદ બાસઠ છે. . ' (૧) નરકત્વ વગેરે પર્યાયની પ્રાપ્તિ તે ગતિ–એ નરક-તિર્યંચ-મનુષ્ય અને દેવના ભેદે ચાર પ્રકારે છે.
(૨) આત્માને ઓળખવાની નિશાની તે ઇન્દ્રિય અને તેના ઉપલક્ષણથી એકેન્દ્રિય, બેઇજિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય તથા પંચેન્દ્રિય એ પાંચ પ્રકારે ઇન્દ્રિય માર્ગણા છે.
. (૩) ચય-અપચયપણાને પામે તે કાય. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ તેમજ ત્રિસ એમ છ પ્રકારે છે.
" (૪) મૂળભેદની અપેક્ષાએ મન-વચન અને કાય એમ ત્રણ પ્રકારે યોગ છે. - ૫) પુરુષાદિ પ્રત્યેનો જે અભિલાષ તે વેદ સ્ત્રી-પુરુષ અને નપુંસકના ભેદથી ત્રણ પ્રકારે છે.
(૬) જેનાથી સંસાર વૃદ્ધિ પામે તે કષાય. ક્રોધ, માન, માયા તથા લોભના ભેદથી ચાર પ્રકારે છે. - . (૭) પૂર્વ જણાવેલ આઠ ભેદે જ્ઞાનમાર્ગણા છે.
(૮) જેમાં સમ્યગુ એટલે શ્રદ્ધા તથા જ્ઞાનપૂર્વક સર્વથા પાપવ્યાપારના ત્યાગ હોય તે સંયમ, તેના સામાયિક, છેદોપસ્થાપનીય પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મ સંપરાય અને યથાખ્યાત એમ મુખ્યત્વે પાંચ ભેદ છે, પરંતુ માણાની દષ્ટિએ દેશવિરતિ તથા અવિરતિ સહિત સાત ભેદ છે.
(૧) સમતા અથવા જ્ઞાન-દર્શન-ચારિત્ર રૂપ ગુણો જેમાં હોય તે સામાયિક ચારિત્ર. ઇત્વરિક અને યાવત્રુથિક એમ બે પ્રકારે છે. (૧) પહેલા છેલ્લા તીર્થકરના તીર્થમાં પ્રથમ જે લઘુદીક્ષા અપાય છે ત્યાંથી વડી દીક્ષા સુધી ઈવરિક સામાયિક ચારિત્ર અને (૨) ભરતઐરવતક્ષેત્રમાં મધ્યના બાવીસ તીર્થકરોના તીર્થમાં તથા મહાવિદેહક્ષેત્રમાં પ્રથમથી જ મહાવ્રસેનું આરોપણ કરાવવામાં આવતું હોવાથી દીક્ષાના સમયથી જીવનપર્યતનું જે ચારિત્ર તે યાવત્રુથિક.
(૨) જેમાં પૂર્વના ચારિત્ર પર્યાયનો છેદ કરી મહાવ્રતોનું આરોપણ કરવામાં આવે તે