________________
ઉપરોક્ત સંકલનમાં જૈન ધર્મના સર્વ શામાંથી સર્વમાન્ય ગાથાઓ જે માગધી (પ્રાકત) ભાષામાં છે તે લેવામાં આવી અને દરેક ગાથા સાથે તેને સુંદર સંસ્કૃત અનુવાદ પણ આપવામાં આવ્યું. આ પુસ્તકને હિન્દી અનુવાદ પં. કૈલાશચન્દ્રજીએ તથા મુનિશ્રી નથમલજીએ કર્યો અને તેનો ગુજરાતી અનુવાદ શ્રી અમૃતલાલ ગોપાણીએ કર્યો છે.
લગભગ દોઢ દસકા બાદ પ્રાધ્યાપક શ્રી કુમુદચન્દ્ર ગોકળદાસ શાહ (એમ.એ., એલ.એલ.બી., બી. એઠ, ડી. કેમ. (આઈ. એમ. સી.) ને એક વિચાર આવ્યો કે પ્રાકૃત અર્ધમાગધી-સંસ્કૃત ગાથાઓ બહુ કોગ્ય થાય નહિ જેથી ફક્ત ગુજરાતી અનુવાદ ગુજરાતી જનતા સમક્ષ મુકવામાં આવે તે આ અનુપમ પુસ્તકને લાભ ગુજરાતી જનતાને મળે. આ વિચારને અમલમાં મુકવા ઉપરોક્ત ગ્રન્થમાંથી ફકત ગુજરાતી અનુવાદ ઉધૃત કરી, ગુજરાતી વાચકો સમક્ષ રજુ કરવામાં આવ્યું છે.
છે. કે. જી. શાહ સાહેબે શાળા-મહાશાળામાં લગભગ નવેક વર્ષ શિક્ષણ કાર્ય કર્યું અને લગભગ ૨૧ વર્ષ કેમર્સ–આસ કોલેજોમાં અંગ્રેજી ભાષાનું અધ્યાપન કર્યું તથા તે સમય દરમિયાન ગુજરાત યુનિવર્સિટી સંચાલિત પિસ્ટગ્રેજ્યુએટ (એમ. એ.) ના વર્ગોમાં ઇંગ્લીશ ભાષા તથા સાહિત્યના સોંપાયેલ વિભાગનું અધ્યાપન કરેલ છે. નિવૃત્તિ બાદ તેઓશ્રી એક દસકાથી જૈન દર્શનની ધાર્મિક અધ્યાત્મિક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org