________________
૨૫
દર્શન-જ્ઞાનના પુસ્તક છપાવી ભેટ આપવામાં ફાળો આપ્યા છે જે શ્રી સમણ-સુત્તના પાનાં ૪-૫ થી જોઈ શકાશે.
આ કુટુંબ શહેર અમદાવાદની શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક વિશા શ્રીમાળી શ્રાવકની ફાતિનું “લાણાદાર સભ્ય ગણાય.
શ્રી મંગળદાસે, સામાન્ય અભ્યાસ છતાં, પિતાની કુશાગ્ર બુદ્ધિથી અમદાવાદમાં સૌ પ્રથમ “સિક મીલ્સ'ની સ્થાપના કરી હતી. તેમના જીવન કાળ દરમિયાન તેઓશ્રીએ ત્રણ વખત લગ્ન કરેલા. (પાઠક, આશ્ચર્ય ન પામતા. આજથી સાત આઠ દાયકા પહેલાં સ્ત્ર મરણો વિશેષ થતાં અને જ્ઞાતિઓમાં પુરુષે બે ત્રણ વખત પરણે તે સામાન્ય ગણાતું.) તેમને સંતાનમાં ચાર પુત્ર અને એક પુત્રી, થયેલા, જેમાં પ્રથમ પત્નીથી થયેલા પ્રથમ જેષ્ઠ પુત્ર ગોકળદાસભાઈ હતા. તેમના પિતાશ્રી બીજી પત્ની પરણે ત્યારે ઓરમાન માતા સાથે સંબંધો સારા રહે તે માટે શ્રી ગોકળદાસભાઈ એ પિતાશ્રીનું ઘર છોડી, લુહારની પિળમાં તેમના સસરાનું મકાન હતું તે ખરીદી લીધું.
શ્રી કુમુદચંદ્રને જન્મ વિક્રમ સંવત ૧૯૭૨ ના એક પવિત્ર દિવસ ફાગણ સુદિ ૮ ને રવિવારે થયો હતો? આ દિવસ અત્યંત પવિત્ર ગણાય કેમકે દાદા શ્રી ઋષભદેવ તિરથ નાયક, નાભિકે નંદન, મરુદેવા માટે જાયે, યુગલા ધર્મ નિવારક, જિનપતિ, પૂર્વ નવ્વાણું વાર શ્રી સિદ્ધાચળ શત્રુંજય-આ પવિત્ર દિવસે આવેલા, તેથી ત્યાં દર વર્ષે ફાગણ સુદિ આઠમને દિવસે રથયાત્રા - થાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org