________________
૨૪
દરેક પ્રાણી જીવનમાં દુ:ખ ઘણેરું, સુખ ઘેડલું, તેમ શ્રી શાહ સાહેબના જીવનમાં પણ કેટલા ups and downs, vicissitudes-સં ગોના ફેરફાર-આવેલા પણ પ્રભુ કૃપાથી તેમનું જીવન શાંત સરળ રીતે પસાર થયેલું જણાશે. પુણ્યશાળીને પણ દુખ તો આવે અને તે કર્મની વિચિત્રતા સમજી સમભાવથી વેદે, પરંતુ દુઃખ પાછળ સુખ લઈને આવે છે એવું દેખાશે. થોડાં વિદને આવેલાં તે આંખનાં પલકારામાં પસાર થઈ ગયેલાં અને જીવન–સરિતા હાલ પણ સરળ રીતે વહે છે.
શાસ્ત્ર વચન છે : “હેત આસવા પરિસવા.” સામાન્ય રીતે આસ્ત્ર કર્મ_બંધનનું કારણ છે પરંતુ ધર્મમાં દઢ શ્રદ્ધા રાખનારને પરિસવનું એટલે સંવર-નિર્જરાકર્મ-મુક્તિનું કારણ થાય છે.
શ્રી શાહ સાહેબના દાદા, શહેર અમદાવાદમાં, રાયપુર, શામળાની પિળમાં, એક સુખી સમૃદ્ધ વહેપારી : શ્રી મંગળદાસ લલ્લુભાઈ શાહ હતા. જેમની જીવન ઝરમર
શ્રી સાહેબના પુસ્તક “શ્રી સુભાષિત વ્યાખ્યાન સંગ્રહ માં વિસ્તારથી આપેલી છે. તેમને તેમના દાદાશ્રી તરફથી જૈન ધર્મના સંસ્કાર વારસામાં મળેલા જે શ્રી શાહ સાહેબના પિતા શ્રી ગોકળદાસમાં ઉતરી આવેલા અને તે દ્વિગુણિત થઈ શાહ સાહેબમાં આવેલા જણાશે. આ સંસ્કારને પ્રતાપે શ્રી શાહ સાહેબના દાદાશ્રી તથા પિતાશ્રીએ જ્ઞાન પુસ્તક પ્રકાશનમાં ઉલ્લાસભર્યો ભાગ લીધેલો અને આ વારસો શ્રી શાહ સાહેબમાં ઉતરી આવ્યું જેથી તેમણે તેમની નિવૃત્તિને સમય ૧૯૭૬ થી ૧૯૯૧ નો જૈન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org