________________
આવતા અને તે આજ સુધી બનાવવામાં આવે છે, ને ભારતના સકળ જેન (શ્વેતામ્બર) સંઘ વરખને શુદ્ધ અને પવિત્ર તરીકે વ્યવહાર કરતાં આવ્યા છે અને તે વસ્તુ ઉત્તમ પણ છે!
આ જ રીતે ચામડાને ઉપગ તે ચિરકાળથી વિવિધ રીતે ઢોલ-નગારા વગેરે દ્વારા દેરાસરમાં પણ થતાજ આવ્યો છે.
! (અને હવે વાંચે. ધંધાદારી પોતાનું બચાવનામું.) સાધુજી કહે છેઃ ઉપરનું કબુલ કર્યા પછી વરખના વિષયમાં આંતરડાં વગેરેની વાત તે તદ્દન બનાવટી લાગે છે. વિશેષ તે અમદાવાદ, સુરત, મુંબાઈના વરખ બનાવવાવાળા તે કહે છે કે પરદેશથી રાસાયણિક રીતે બનેલા સિન્વેટિક કાગળની તૈયાર બુક આવે છે. એને કાગળના પડ વચ્ચે ચાંદીના પતરા ને કૂટી વરખ બનાવાય છે. (બેલો, કંઈ કહેવું છે?) '
અને, ત્રણ પ્રકારની સામગ્રી (જઘન્ય, મધ્યમ, અને ઉત્તમ) નું વર્ણન કરી, તંત્રીશ્રીએ કહેલા, જ્ઞાની, ગીતાર્થ જૈનાચાર્યો (જેમનાં નામ આપવાની હિંમત નથી એમ લાગે છે!) . મૂર્તિપૂજક જૈન શ્રાવકને સલાહ આપે છે કેમકે દિગંબર મૂતિ પૂજક તે પ્રભુ પ્રતિમાને એકવાર અભિષેક સિવાય અઠકતા જ નથી અને અષ્ટ પ્રકારી પૂજા, અચિત્ત દ્રવ્યથી, પ્રભુ સન્મુખ, હાથમાં દ્રવ્ય રાખી, પૂજાને દુહા બેલી, દ્રવ્ય-પદાર્થો થાળીમાં મૂકે છે. અનુકરણીય સુંદર વિધિ માનીએ છીએ. અને સ્થાનક વાસી–તેરાપંથીને તે મૂતિ –પૂજા ન હોવાથી વરખને સવાલ જ નથી) કે (૧) વરખ વાપરતા કેઈને અટકાવવા નહીં. (૨) વરખ વિષે માંસાહારની વાત કરવી તે તે તદ્દન ગેરવ્યાજવા જ છે. (બરાબર), અને.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org