________________
२३४
આવે છે અને એની પાતળી ચામડીનાં પાનાં એક ચોપડીમાં બાંધવામાં આવે છે.વરખ બનાવવાની આ પ્રક્રિયામાં બળદની તાજી ચામડી (તેના પુદ્ગલ પરમાણું) ઘેડી ઘણી ચુંટી જાય છે.
બિચારા શાકાહારીએ તેમને આ પ્રક્રિયાની ખબર જ નથી હતી.
થોડાં વરસ પહેલાં ઈન્ડીયન એરલાઈન્સને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે વિમાનમાં પીરસવાની ખાદ્ય સામગ્રી બનાવવા કેટરર ને વરખ લગાડવાની જ મનાઈ કરી દીધી. કેવું સરસ !
અને હવે જૂઓ જૈન સાપ્તાહિક, ભાવનગર, ને ૧૩-૪-૯૦ ને એક જેમાં જિનપૂજામાં ઉપયોગમાં લેવાતા વરખના વિષયમાં જ્ઞાની, ગીતાર્થ જૈનાચાર્યોનું માર્ગદર્શન છપાયેલું
જિનેશ્વર ભગવાનની પૂજામાં શુદ્ધ અને ઉત્તમ દ્રવ્ય વાપરવા જોઈએ, પરંતુ અહીં આ શુદ્ધતા લોક-વ્યવહારને આશ્રયીને એટલે લોક વ્યવહારની અપેક્ષાએ સમજવાની છે. દા. ત. (૧) સોનું કે ચાંદી ચંડાલ અડે છતાં અશુદ્ધ ગણાતું નથી. (૨) નદીમાંથી પાણે ચંડાલ ભરે છતાં તેના સ્પર્શથી નદીનું પાણી
અશુદ્ધ બનતું નથી. (૩) મેતી, કસ્તુરી, અંબર આદિ સ્વયં શુદ્ધ છે તેથી તેની આ ઉત્પત્તિ અશુદ્ધમાં હોવા છતાં તે અશુદ્ધ નથી.
એવી રીતે ચાંદીના વરખ જે બને છે તે ચાંદીમાંથી જ પણ બનાવટની પ્રક્રિયા કેટલાક લોકેને (!!) અશુદ્ધ લાગતી હોય છતાં વરખ શુદ્ધ છે, અશુદ્ધ નથી. માટે જ પૂર્વે પણ પાતળા ચામડાના પડની વચ્ચે ચાંદીની પતરી ને કૂટીને વરખ બનાવવામાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org