SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ પપ૯. ૧૦. કસુંબાના જલદી ઊડી જાય એવા “રાગ” (રંગ)ની માફક જેમનાં અંતરમાં ફક્ત સૂક્ષમ રાગ બાકી રહી ગયા હોય તે મુનિઓને સૂમ-સરાગ અર્થાત્ સૂક્ષ્મ – કષાયવાળા જાણવા જોઈએ. આ સૂમ-સંપાય નામનું ગુણસ્થાનક છે. ૫૬૦. ૧૧. જેવી રીતે કતક (નિર્મની) ફળથી યુક્ત જળ, અથવા, શરદકાલીન સરોવરનું જળ (માટી નીચે બેસી જાય ત્યારે ) નિર્મળ સ્વચ્છ હોય છે, તેવી રીતે જેઓને સંપૂર્ણ માહ ઉપશાંત થઈ ગયેલ છે તે નિર્મળ પરિણામી ઉપશાંત-કષાય (ઉપશાંત-મેહ ગુણસ્થાને) કહેવાય છે. (ઉપશાંત કષાય અને ક્ષીણ કષાયમાં એટલે જ ફરક છે કે ઉપશાંત-કવાય વાળાનો મેહ દબાયેલા રહે છે જ્યારે ક્ષીણ-કષાય વાળાને મોહ નાશ પામે છે.) છતાં પણ જેવી રીતે પાણી હાલી જાય એટલે નીચે બેઠેલી માટી ઉપર આવી જઈ પાણી ડહોળું બની જાય છે તેવી રીતે મેહના ઉદયથી આ ઉપશાંત-કષાય શ્રમણ સ્થાન–ચુત બની સૂક્ષમ-સરાગ દશામાં (દસમાં ગુણસ્થાન કે) પહોચી જાય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005300
Book TitleSaman Suttam
Original Sutra AuthorN/A
AuthorK G Shah
PublisherPradeepbhai Sheth Ahmedabad
Publication Year1991
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy