________________
૧૩૫
૫૩૬. કૃષ્ણ, નીલ અને કાપત–આ ત્રણ અશુભ લેશ્યાઓમાંથી
પ્રત્યેકના તીવ્રતમ, તીવ્રતર અને તીવઆ ત્રણ ભેદ છે. બાકીની ત્રણ શુભ લેયામાંથી પ્રત્યેકના મંદતમ, મંદતર અને મંદ આ ત્રણ ભેદ છે. તીવ્ર અને “મંદીની અપેક્ષાએ પ્રત્યેકમાં અનંત ભાગ-વૃદ્ધિ, અસંખ્યાત ભાગ-વૃદ્ધિ, સંખ્યાત ભાગ-વૃદ્ધિ, તથા સંખ્યાત ગુણ-વૃદ્ધિ, અસંખ્યાત ગુણ વૃદ્ધિ અને અનંત ગુણવૃદ્ધિ-આ છ વૃદ્ધિ અને આ નામની જ છ હાનિઓ સારા થતી રહે છે. આ કારણે જ લેયાઓના
ભેદમાં પણ ઓટ ભરતી થયા કરે છે. ૫૩૭. દષ્ટાન્ત : પ૩૮. છ પથિક (યાત્રાળુઓ) હતા. જંગલ વચ્ચે અટવાઈ
પડયા. ભૂખ સતાવવા લાગી. થોડા સમય પછી તેઓને ફળથી ભરચક એક ઝાડ દેખાયું. તેઓને ફળ ખાવાની ઈચ્છા થઈ. આથી તે છે પથિક મનમાં ને મનમાં વિચારવા લાગ્યા. પહેલાએ વિચાર્યું કે ઝાડને જડમૂળથી કાપી તેનાં ફળ ખાઈએ. (કૃષ્ણ; બીજાએ વિચાર્યું કે ફક્ત થડ જ કાપી તેનાં ફળ ખાવાં. (નીલ); ત્રીજાએ વિચાર્યું કે ફક્ત ડાળીને કાપવી.(કાપત), ચોથાએ ડાળીઓ કાપવાને,(પીત) પાંચમાએ ફક્ત (ફળ) તેડીને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org