________________
૩૩૩. જે ઘરમાં સાધુઓને કપે તેવું (એમને અનુકૂળ)
કશું પણ દાન દેવામાં આવતું નથી એ ઘરમાં શાસ્ત્રોક્ત આચરણ કરનાર ધીર અને ત્યાગી
સુ-શ્રાવક ભજન કરતા નથી. ૩૩૪. જે ગૃહસ્થ મુનિને ભોજન કરાવ્યા પછી બચેલું
ભજન કરે છે, વાસ્તવમાં તેનું જ ભેજન કર્યું સાર્થક થાય છે. જિનેશ્વરે કહેલું સાંસારિક સારભૂત સુખ તથા અનુક્રમે મોક્ષનું ઉત્તમ સુખ એ પ્રાપ્ત
કરે છે. ૩૩૫. મૃત્યુના ભયથી ભયભીત ની રક્ષા કરવી
એને જ અભયદાન કહે છે. આ અભયદાન બધાં દાનમાં શિરામણી સમાન છે.
પ્રકરણ ૨૪: શ્રમણ-ધમ સૂત્ર
(અ) સમતા : ૩૩૬. શ્રમણ, સંયત, ઋષિ, મુનિ, સાધુ, વીતરાગ,
નગાર, મહંત, દાંત – આ બધાં શાસ્ત્રોક્ત આચરણ
કરનારાનાં નામ છે. ૩૩૭. પરમપદની પ્રાપ્તિ માટે નિરત સાધુ ૧. સિંહ જેવા
પરાક્રમી, ૨ હાથી જેવા સ્વાભિમાની, ૩. વૃષભ જેવા ભદ, ૪. મૃગ જેવા સરળ, ૫ પશુ જેવા નિરીક (ઈછા વગરના), ૬. વાયુ જેવા નિત્સંગ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org