________________
૭. સૂર્ય જેવા તેજસ્વી, ૮. સાગર જેવા ગંભીર, ૯. મેરુ જેવા નિશ્ચળ, ૧૦. ચન્દ્ર જેવા શીતળ, ૧૧. મણિ જેવા કાનિમાન, ૧૨. પૃથવી જેવા સહિષ્ણુ, ૧૩, સર્પ જેવા અનિયત આશ્રયી (જેનું આશ્રય કરવાનું અનિયત- અચોક્કસ છે) તથા, ૧૪. આકાશ જેવા નિલંબ (અવલંબન વિનાના)
હોય છે. ૩૩૮. (પરંતુ) એવા પણ ઘણા અસાધુઓ છે જેમને
સંસારમાં સાધુ કહેવામાં આવે છે (પરંતુ) અ-સાધુને સાધુ ન કહેવા જોઈએ. સાધુને જ સાધુ કહેવા જોઈએ. જ્ઞાન અને દર્શનથી સંપન્ન તથા સંયમ અને તપમાં લીન હોય તેમને તથા આવા પ્રકારના ગુણ ધરાવનાર
સાધુને જ સાધુ કહેવા જોઈએ. ૩૪૦. માથું મુંડાવવા માત્રથી કઈ શ્રમણ બની શકતે
નથી, ને જપ કરવાથી કોઈ બ્રાહ્મણ બની શકતે નથી, અરણ્યમાં રહેવાથી કેઈ મુનિ બની જતો નથી, અને, દર્ભના વસ્ત્ર પહેરવા માત્રથી કઈ તપસ્વી થઈ જતું નથી. પરંતુ એ “સમતાથી શ્રમણ, બ્રહ્મચર્ય થી બ્રાહ્મણ, “જ્ઞાન” થી મુનિ, અને, “તપ” થી તપસ્વી બની શકે છે.
૩૩૯
૩૪૧,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org