________________
સ્વરૂપાલંબીપણૅ પરણમી સ્વરૂપ નિષ્પત્તિ કરવી એ હિત જાણવાજી. તથા દ્રવ્ય સાધન તે ભાવસાધનનો કારણ, ભાવસાધન તે સંપૂર્ણ સિદ્ધનો હેતુ છે. તે રીતેં શ્રદ્ધા રાખવીજી. પૌદ્ગલિક ભાવનો ત્યાગ તે આત્માનેં સ્વસ્વરૂપ પ્રગટ કરવાનેં કરવો, એ નિમિત્તકારણ સાધન છેં, અને આત્મચેતના આત્મસ્વરૂપાલંબીપણૅ વરતેં તે ઉપાદાન સાધન છે, તે ઉપાદાન શક્તિ પ્રગટ તવા માટે સિદ્ધ, બુદ્ધ, અવિરૂદ્ધ, નિષ્પન્ન, નિર્મલ, અજ, સહજ, અવિનાશી, અપ્રયાસી જ્ઞાનાનંદ પૂર્ણ ક્ષાયિક સહજ પારિણામિક રત્નત્રયીનો પાત્ર જે ૫રમાત્મા પરમેશ્વર્યમય તેહની સેવના જે પ્રભુ બહુમાન ભાસન ૨મણપણેં ક૨વા વર્તમાનકાલેં સ્વરૂપ નિર્ધાર ભાસનપણિ દુર્લભ છે, તો સ્વરૂપનો રમણ તે તો શ્રેણિપ્રતિપન્ન જીવનેં હર્ષે, સંપૂર્ણ સ્વરૂપાનંદી વીતરાગની ભક્તિનેં અવલંબને રહવોજી. શ્રી આચારાંગે લોકસારાધ્યયને આત્મસ્વરૂપાવલંબી જીવ તે સાધક છે, બીજા સાધક નથી, ઈમ કહ્યો છે. તે માટે શુદ્ધ સાધ્યરૂચિ અને યથાપણે વસ્તુ પરમાર્થજ્ઞાની કર્મક્ષય ક૨વાનો અર્થી નિત્સંગ આત્માનો પરિણમન તે ધર્મ તેહના પ્રાભાવના અર્થી તે સાધક જીવ પ૨મસિદ્ધતાનેં વર્ષે, એ રીતે પ્રતીત રાખવીજી. આજ્ઞા શ્રી તીર્થંક૨ દેવની તે પ્રમાણ, સાધન રસી ગુણી બહુમાન સ્વતત્ત્વ પૂર્ણતાના રસિકપર્ણો વરતજ્યો એ તત્ત્વ છેં જી.
રત્નસાર
૮. બે પત્ર
શ્રી ભૂપાલવિજયે શ્રી વિજયલક્ષ્મીસૂરિ ઉપર લખેલો અને શ્રી વિજયલક્ષ્મીસૂરિએ પ્રેમવિજયને પત્ર લખ્યો હતો તે જૈનયુગ ભાદ્રપદ - આશ્વિન સં. ૧૯૮૩ના અંકમાં પ્રાચીન પત્રો શીર્ષકથી પ્રગટ થયેલ તે અત્રે પ્રગટ કરવામાં આવે છે.
Jain Education International
૮૭
For Private & Personal Use Only
www.jainelibrary.org