________________
છે, તે સર્વ જીવનેં અસંખ્યાત પ્રદેશે વ્યાપ્ત વ્યાપકપણે અનાદિ અનંત સંબંધ રહ્યો છે, તે સ્વભાવ ધર્મની રૂચિપણૅ રહ્યો જે ધર્મ તે આત્માના અન્વય સ્વભાવ છે, સહજ અમૃત સ્વરૂપ છે, તે ઉચ્છરંગ ધર્મ છે, જાણવો, દેષવો તે સ્વકાર્ય છે. તેહની પ્રવૃત્તિ તે રમણાદિક છે, તે શુદ્ધ ધર્મ જેહનેં સમરણે પ્રગટ્યો તે દેવતત્ત્વ, તે સંપૂર્ણ ધર્મની ઈહા યે સંપૂર્ણ ધર્મી સિદ્ધ પરમાત્માનો બહુમાન કરવો તે સાધન પરિણતિનેં સંપૂર્ણ થવાના કારણપણા માટે તેહને ધર્મ કહીયેં. મૂલ વસ્તુ ધર્મે સ્વસ્વભાવ તેહજ ધર્મ એ શ્રદ્ધા કરવી. જે બાહ્ય પ્રવૃત્તિ યોગની આચરણી તેહનેં ધર્મ માને તેહના કહ્યામેં સિદ્ધ તે ધર્મરહિત થાયેં, તે માટે કારણ તે મૂલ ધર્મથી ભિન્ન છે, યદ્યપિ ઉપાદાન કારણ આત્મપરિણતિ છે, પિણ સાધનની રીત તે સિદ્ધમાનથી તેટલો ભેદ છે. દશમા ગુણઠાણાના મુનિ શ્રી ભગવતીસૂત્રે ઉસ્સાં રિયતિ ઈમ કહ્યોં છૅ, તો લે સ્વરૂપરૂચિ વિના સાતાદિ ગારાવ માટે સંયમ શ્રુતાભ્યાસનેં સંસાર હેતુ છે, એ આચારાંગે ધૂતાધ્યયને ચોથૅ ઉદ્દેશેં કહ્યો છેં, તે માટે પૂરણ સિદ્ધાવસ્થાર્યે જે છતો પામીયે તે ધર્મ જાણવો, તેહની રૂચિ જે આગમ પ્રમાણેં પોતાના પ્રાભાવી ગુણ તથા ઉદીક ગુણી અનુયાયી કરવો એ સાધકતા છે, તે કરતાં સંપૂર્ણ ધર્મ પ્રગટેં તેહનો ઉદ્યમ કરવો એ સર્વ જીવનેં હિત છેં, એ આત્મસત્તા પ્રગટ કરવા માટે પરમેશ્વ૨, પરમ પુરૂષ, પરમાનંદમયી, સંપૂર્ણ આત્મસત્તાડભોગી, સહજ આત્યંતિક, એકાંતિક, જ્ઞાનાનંદભોગી પરમાત્માનો બહુમાન ધ્યાન કરવો. આત્મિક શક્તિ કર્તા ભોક્તાદિક કારક ચક્ર તે વિભાવરૂપ કાર્ય કર્તાપણું અશુદ્ધ સંસા૨ કર્તાપણે કરતાં અનંત પુદ્ગલપરાવર્ત વહી ગયાં, તે ક્ષયોપશમી ચેતનાદિક શુદ્ધ નિરંજન, નિરામય, નિદ્વંદ્વ, નિષ્પન્ન પરમાત્મગુણાનુયાયી, તે સ્વરૂપ પ્રગટ કરવાના કારણ થયા, તે પછી સ્વરૂપાવલંબી થયા એટલે પરમ સિદ્ધતાના કારણ થાયેં, તે માટે પ્રથમ પ્રશસ્તાલંબી થઈ
Jain Education International
૮૬
For Private & Personal Use Only
www.jainelibrary.org