________________
જીવને ભોગાંતરાયને ક્ષયથાવકરી અનંતો સ્વગુણપર્યાયનો ભોગ પ્રગટ્યો છે, અને આહારાદિ ગુગલનો ભોગ તે જીવ કિમ કરે છે? તે યુક્તિ ખરી કહી, પિણ ઇમ છે જે તેરમા ગુણસ્થાનકવર્તી જીવ પૂર્વે આહાર પર્યાપ્તિ વાંધતાં જેટલા પુદ્ગલનો ગ્રહણપણો વાંધ્યો છે, તેટલા પુગલ ગ્રહે, તિવારે તે આહાર પર્યાપ્તિ પુદ્ગલરૂપ જે આત્મપ્રદેશે સંવદ્ધ છે, તે નિરે તેટલો નિરાવરણ થાય, તે માટે કેવલી જે આહારાદિક પુદ્ગલનો ગ્રહણ ભોગ કરે છે તેમ તે નિર્જરા; પિણ વાંછા ભોગપણે નથી. તથા સમ્યગુદષ્ટિનો ભોગ તે પ્રશસ્ત પરિણામની પ્રવર્તનાએ કરી નિર્જરાનો હેતુ થાય છે, તો કેવલીનું શું કહિવો. તે માટે સ્વગુણ પર્યાયને ભોગવવારૂપ જે ભોગ ગુણ તે તો ભોળાંતરાયના ક્ષયથી પ્રગટે, અને ભોગાંતરાયનો ક્ષયોપશમ તો સર્વ જીવને સદા પામીયે, તિહાં ભોગ ગુણનો સ્વભાવ એ છે જે ભોગવવો, અને સ્વગુણ પર્યાયનો ભોગ અનંતકાલ થયાં ભૂલી ગયો છે, તિવારે પુદ્ગલાનંદી થયે છતે આત્મા પુદ્ગલનો ભોગ ભોગવે છે, તે ઈહાં ભવ્ય જીવે સ્વઆત્મિક અનંતોભોગ ગુરૂ મુખે સાંભલી, જાણી, શ્રદ્ધા કરી, તે ભોગ અનાદિનો અવરાણો જાણી, તે જીવ નિરાવરણ કરવાને ઉદ્યમી થાય, તે ઈહાં શુદ્ધ નિમિત્તની અવલંબનાએ, શુદ્ધ ઉદ્યમે, આત્મા પ્રવર્તી શકે, અને શુદ્ધ ઉદ્યમ તથા શુદ્ધ નિમિત્તની અવલંબનાને વિષે થિર પરિણામ રહે, જો આત્મા પુગલભાવથી વિરમણપણે કરે તે જે પુદ્ગલથી વિરમવું તે સંવર કહીયે, એહવા ભાવ સંવરને વિશે રહ્યો છતો સ્વગુણપર્યાયની અનુભવ પ્રવર્તના કરે તે શુદ્ધ જ્ઞાન કહી. અને તે જ્ઞાન તો પ્રવર્તે જો વીર્યનો સહકાર હોય તે જ્ઞાન પ્રવર્તનાવસરે જે વીર્યનો સહકાર તે સકામ પંડિત વીર્ય કહીયે, અને જ્ઞાન સ્વપર જ્ઞાયક હોય, પિણ સદા આત્મપ્રદેશાવગાહી રહે. ઈણી રીતે સ્વગુણને વિષે થિરતા, સ્વગુણભોગ આસ્વાદનની રમણતા તે ભાવચારિત્ર કહીયે. એ
૮૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org