SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નત્રયી જાણી સ્વગુણ ઉપાદેય કરે, પરગુણ હેયપણે પ્રવર્તે, સંસારીભાવ શેયપણે પ્રવર્તે. સર્વ એકેંદ્રિયાદિ જીવ પ્રથમ ગુણસ્થાનકવર્તી હોય તે ઉપરે મધ્યસ્થ અને કારુણ્ય ભાવનાએ વર્તે. સ્વગુણ નિરાવરણ થાતે છતે પ્રમોદભાવનાર્થે વર્તે, સધર્મી ઉપરે સદા મૈત્રીભાવના રાખે, સ્વપર ઔદયિક સન્મુખ દ્રષ્ટિ ન દિયે, તત્ર શ્રદ્ધા શુદ્ધ જીવને ધર્મ ધ્યાન કહવાય તો કહેજોજી, જે જીવ શુદ્ધ પ્રવર્તનાએ પ્રવર્ત્યા, પ્રવર્તે છે, પ્રવર્ત્તશે તે જીવ ધન્ય છે, ઈમ વિચારવું પિણ માદકભાવ ક૨વો નહીં. ઈણી રીતે વ્યાવહારિક સુખ છે. ભાવ સુખ તો પરિણામની ધારાયેં હોય. ઇતિ તત્ત્વમ્ ।। (૨) ।। સ્વસ્તિ શ્રી આદિજિનં પ્રણમ્ય | અહમ્મદાબાદથી પં. દેવચંદ્ર લિખિતં શ્રીસૂચિતબંદરે જિનાગમતત્ત્વરસિક સુશ્રાવિકા જાનકીબાઈ, હ૨ખબાઈ પ્રમુખ ધર્મસ્વરૂપરૂચિ આત્મા યોગ્ય ધર્મલાભ વાંચજો જી. અત્ર સાતા છે. અહિંસાના સ્વરૂપ તો પૂર્વે તુમ્હને જણાવ્યા છઈ અને વલી સમજવાં. મૂલ અહિંસા અનુબંધ હોઈ, તે મધ્યે ઉપયોગીનેં ભાવથી અનેં અનઉપયોગીને દ્રવ્યથી, તે તો જિહાં જે ગુણ સ્થાનક તે માફક જાણવી. તે મધ્યે મુખતાઈ વિરતિથી લેવી, અનેં તેહનાં કારણ આશ્રી લિખ્યું તે તો ઉપાદાન કારણ સર્વ ઠામે આત્મ પરિણામ હોઈં, અસાધારણ કારણ તો અવિરતિ કષાય રાગાદિક હુઈ, અને નિમિત્ત કારણ તો કાલ, સ્વભાવ, નિમિત્તાદિક યોગ યંચકાદિ બહુધા હુઈ, તથા દ્રવ્યથી તથા ભાવથી એ કારણની ભિન્નતા થાય તેવારેં અનવસ્થા દોષ ઉપજું, તે માટે જીહાં અનુપચરિતસભૂતવ્યવહાર લોપ થાઈ તે સર્વભાવથી ઉપાદાન જાણવું. એ લક્ષણમાત્રઈ સાધ્યું અને જિહાંથી ઉપચરિતસદ્ભૂત વ્યવહાર તે નિમિત્ત લક્ષણસાંધીઈં. અને જિહાં ઉપરિત અસભ્તવ્યવહાર તે નિમિત્ત લક્ષણ સાધીઈ, તિહાં Jain Education International ૮૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005258
Book TitleJain Patra Sahitya Part 01
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2004
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy