________________
વાં.૩૫
મુજ અવગુણની ગાંઠડી, નાંખજો ખારે નીર રે; નિજ દાસી કરી જાણજો, મુજ નણદીના વીર રે. વાં.૩૨ કાગળ લખજો ફરી ફરી, કૃપા કરી એકમન્ન રે; વ્હેલાં દરિસણ આપજો, શરીરનાં કરજો જતન રે. વાં.૩૩ તુજ બહેની વ્હાલી ઘણું, પ્રેમલા લચ્છી જેહ રે; તેહને બહુ હેતે કરી, બોલાવો ધરી નેહ રે. વાં.૩૪ સમસ્યા-રાધા પતિ રે કર વસે, પંચ જ અક્ષર લેજો રે; પ્રથમ અક્ષર દૂર કરી, વધે તે મુજને દેજો રે. જો હવે સુરજ કુંડથી, વિઘન થયા વિશાળ રે; તો સહુ પુણ્ય પસાથી, ફળશે મંગળમાલ રે.
વાં.૩૬ ઈમ લેખ લખી ગુણાવલી પ્રેષ્યો પ્રીતમ વાસહી દીપવિજય કહે ચંદની, હવે ફળશે સહુ આશરે. (કવિરાજ દીપવિજય)
' ૬. નેમ રાજુલ લેખ | શ્રી વિનય વિજયજી ઉપા. ના શિષ્ય રૂપવિજયજીએ નેમરાજુલ લેખની ૧૯ ગાથામાં રચના કરી છે. આ લેખમાં રાજુલની વિરહાવસ્થાના નિરૂપણ દ્વારા નેમજી પ્રત્યેની અતૂટ પ્રણય ભાવનાનું નિરૂપણ થયું છે. કવિએ આરંભમાં જ પત્રને અનુરૂપ નામ-ગામનો નિર્દેશ કર્યો છે. સ્વસ્તિ શ્રી રેવંત ગિરેવાલા, નેમજી જીવન પ્રાણ રે, લેખ લખું હોંશે કરી રાણી રાજુલ ચતુર સુજાણ. TIRI .
નેમકુંવર લગ્નના માંડવેથી રાજુલનો ત્યાગ કરીને સીધા ગિરનાર જાય છે તે સંદર્ભથી પત્ર લખવામાં આવ્યો છે. વિરહાવસ્થાના નિરૂપણમાં વિયોગ શૃંગારથી પત્ર રસિક અને
૭૩ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org