SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ વાં.૨૦ વાં.ર૧ વાં.૨૨ વાં.૨૩ વાં.૨૪ વાં.૨૫ કાંઈક કાચા પુણ્યથી, સદ્ગદ્ધિ પણ પલટાય રે; જિમ રાણીને ખોળનું, ખાધાનું મન થાય રે. કરી પ્રપંચ ઈણ સાસુયે, ઘણો દેખાયો રાગ રે; પછે તો વાત વધી ગઈ, થયો પીંછનો કાગ રે. કિહાં આભા વિમળાપુરી, જોયા જેહ તમાસ રે; હાંસીથી ખાંસી થઈ, કરવા પડિયા વિમાસ રે. પરણ્યાની સહુ વાતડી, મુજને કહી પ્રભાત રે; જો તે ઠેકાણે દાટડી, તો એવડું નવિ થાત રે. મિંઢળની સહુ વાતડી, કહી સાસુને કાન રે; પછે તો ઝાલ્યું નવિ રહ્યું, પ્રગટ્યું ત્રીજું તાન રે. હારું કર્યું મુજને નડયું, આડું આવ્યું કોઈ રે; ચોરની માતા કોઠીમાં, મુખ ઘાલી જિમ રોય રે. પસ્તાવો શો કરવો હવે, કહ્યું કાંઈ ન જાય રે; પાણી પી ઘર પૂછતાં, લોકોમાં હાંશી થાય રે. જે કાંઈ ભાવી ભાવમાં, જે વિધિ લખિયા લેખ રે; તે સવિ ભોગવવાં પડે, તિહાં નહી મીનને મેખ રે. સાસુના જાયા વિના, સોળ વરસ ગયાં જેહ રે; મુજ અવગુણની વાતડી, જાણે કેવળી તેહ રે. પણ કુર્કટથી જે નર થયા, તે વિસ્તરશે વાત રે; સાસુ સાંભળશે કદા, વળી કરશે ઉતપાત રે. તે માટે સાવધાનથી, રહેજો ધરિયા ઉલ્લાસ રે; IS જેહવા તેહવા લોકનો, કરશો નહિ વિશ્વાસ રે. સાસુને કહેવરાવજો, ઈહા આવ્યાનો ભાવ રે; પછે જેહવા પાસા પડે, તેવા ખેલજી દાવ રે. વા.૨૬ વાં.૨૭ વાં.૨૮ વાં.૨૯ વાં.૩૦ વાં.૩૧ ૭૨ ૭૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005258
Book TitleJain Patra Sahitya Part 01
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2004
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy