________________
સોળ વરસના વિયોગનું, પ્રગટયું દુઃખ અપાર રે; કાગળ વાંચતા વાંચતા, ચાલી છે આંસુની ધાર રે. જે વ્હાલાએ લેખમાં, લખિયા ઓલંબા જેહ રે; મુજ અવગુણ જોતાં થકાં, થોડા લખિયા એહ રે. સાહિબ લખવા જોગ છો, હું સાંભળવા જોગ રે; જેહવા દેવ તેવી પાતરી, સાચી કહેવત લોક રે, સમસ્યા ચાર લખી તુમ, તે સમજી છું સ્વામ રે; મનમાં અર્થ વિચારતાં, હરખે છે આતમરામ રે. હું તો અવગુણની ભરી, અવગુણ ગાંડા લાખ રે; જિમ કોઇ વાયુના જોગથી, બગડી આંબા સાખ રે. મુજ અવગુણ જોતાં થકાં, નાવે તમને મહેર રે; પણ ગિરૂઆ ગંભીર છો, જેવી સાયર લહેર રે. ગિરૂઆ સહેજે ગુણ કરે, કંતમ કારણ જાણ રે; જળ સીંચી સરોવર ભરે, મેઘ ન માગે દાણ રે. પત્થર મારે છે તેહને, ફળ આપે છે અંબ રે; તિમ તુમ સરિખા સાહિબા, ગિરૂઆ ગુણ નીલુંબ રે.
કાપે ચંદન તેહને આપે છે, સુગંધ અપાર રે;
મુજ અવગુણ નાણ્યા હિયે, ધન્ય ધન્ય તુમ અવતાર રે. વાં.૧૬
મુજ સરિખી કોઈ પાપિણી, દીસે નહી સંસાર રે; માન્યું સાસુનું કહ્યું, છેતરીયો ભરથાર રે.
મેં જાણ્યું નહીં એહવું, હું તો ભોળી નાર રે; સાસુને કાને ચઢી, સમજી નહીં લગાર રે. મેં આગળથી લહી નહીં, સાસુ એહવી નાથ રે; આપી ગાંઠની ખીચડી, જાવું ઘેલાની સાથ રે.
Jain Education International
૭૧
For Private & Personal Use Only
વાં.૮
વાં.૯
વાં.૧૦
વાં.૧૧
વાં.૧૨
વાં.૧૩
વાં. ૧૪
વાં.૧૫
વાં.૧૭
વાં.૧૮
વાં.૧૯
www.jainelibrary.org