________________
ત્રિભુવન મેં કીર્તિ સદા, વાહન હંસ સુવાર; જડ બુદ્ધિ પલવ કિયા,બહુ પંડિત કવિરાય. પુસ્તક વીણા કર ધરે, શ્રી અંજારી ખાસ; કાશ્મીર ભરુઅસ્થ્ય મેં, તેહનો ઠાન નિવાસ. એ જગદંબા પદ નમી, વરણવું બીજો લેખ; શ્રોતાને સુણતાં થકાં, પ્રકટે હર્ષ વિશેષ.
ચંદ લેખ વાંચી કરી, ગુણાવળી નિજ નાર; ઉત્તર પાછો કંથને, લેખ લખે શ્રીકાર.
(ધવળ શેઠ લઇ ભેટણું - એ દેશી.) સ્વસ્તિ શ્રી વિમળાપૂરે, વીરસેન કુળચંદ રે; વાંચજો લેખ મુજ વાલહા. એ આંકણી. શ્રી આભાપુર નગરથી, હુકમ દાસી સકામ રે; લખિતંગ રાણી ગુણાવળી, વાંચજો મ્હારી સલામ રે. સાહિબ પુણ્યપસાયથી, ઇંહા છે કુશળ કલ્યાણ રે; વ્હાલાના ખેમકુશળતણા, કાગળ લખજો સુજાણ રે. સમાચાર એક પીછજો, ક્ષત્રી વંશ વજીર રે; મુજ દાસીની ઉપરે, કૃપા કરી વડધીર રે.
વ્હાલાએ જે લેખ મોકલ્યો, સેવક ગિરધર સાથે રે; ખેમે કુશળે આવીયો,પહોત્યો છે હાથોહાથરે. વ્હાલાને કાગળ દેખીને, ટળિયા દુઃખના વૃંદ રે; પિયુને મળવા જેટલો,ઉપન્યો છે આણંદ રે.
સુરજકુંડની મહેરથી સફળ થયો અવતાર રે; તે સહુ કુશળ કલ્યાણના, આવ્યા છે સમાચાર રે.
Jain Education International
૭૦
For Private & Personal Use Only
"
3
૪
૫
૦૧.
વાં-૨
વાં.૩
વાં.૪
વા.પ
વાં.૬
વાં.૭
www.jainelibrary.org