________________
ગુ.૨૩
દોષ કીશો તુજ દીજિયેજી, જોતાં હઇડે વિમાસ; ભાવી ભાવ મેટે નહીજી,મનમાં આવે છે રોષ; પ્રીતિ દશા સંભારતાજી, બહુ ઉપજે છે સંતોષ. કાગળ થોડોને હિત ઘણુંજી,મુજથી લખ્યું નવી જાય; સાગરમાં પાણી ઘણુંજી, અર્થસમસ્યા ગાગરમાં ન સમાય. ગુ.૨૪ ઘઉંની પહેલા નીપજેજી,પીળું તરુવર તાસ; પહેલી ચોથી માતાજી, તે છે તું મારી પાસ. (જીવ) ગુ.રપ દો નારી અતિ સામળાજી, પાણી માંહે વસંત; તે તુજ સજજન દેખવાજી, અળજો અતિ થરંત. (આંખની કીકી) ગુ.૨૬ મઠમાંહે તાપસ વસેજી,વિચે દીજે જીકાર; તુમ અમ એવી પ્રીતડીજી, જાણે છે કિરતાર (મજીઠ) ગુ.૨૭ સાત પાંચ ને તેરમાંજી મેળવજ્યો દોઇચાર; તેહના પાસે તુમ વસ્યાજી, સ્નેહ નહિ, લગાર. (૩૧ માણસ) ગુ.૨૮ એ ચારે સમસ્યાતણોજી,કરજ્યો અર્થવિચાર; પ્રીતિદશા જિમ ઉલ્લસેજી, પ્રકટે હર્ષ અપાર, ગુ૨૯ કાગળ વાંચી એહનોજી,લખજો તુરત જવાબ; સાસુને ન જણાવશોજી, જો હોય ડહાપણ આપ. ગુ.૩૦ વળી હલકારા મુખથકીજી, સહુ જાણજો, અવદાત; કાગળથી અધિકી ઘણીજી, કહેશે મુખથી વાત. ગુ.૩૧ ઈણિ પરે ચંદ નરેશરેજી, લખિયા લેખ શ્રીકાર; દીપવિજય કહે સાંભળોજી, આગળ વાત રસાળ. ગુ.૩૨ દ્વિતીય ગુણાવલી રાણી લિખિત પત્ર.
(દોહા) શ્રી વરદા જગદંબિકા, શારદા માતા દયાળ; સુરનર જસ સેવા કરે, વાણી જાસ રસાળ.
૬૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org