SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ સુતા વેચે કંતનેજી, હણે વાઘ ને ચોર; બીએ બિલાડીની આંખથીજી, એહવી નારી નિઠોર. ચાલે વાંકી દ્રષ્ટિથી જી, મનમાં નવનવા સંચ; એ લક્ષણ વ્યભિચારીનાંજી, પંડિત બોલે પ્રપંચ. એક સમજાવે નયણથીજી, એક સમજાવે હાથ; એહ ચરિત્ર નારીતણાંજી, જાણે છે શ્રી જગનાથ. નદી નીર ભુજ બળે તેરજી, કહેવાય છે રે અનાથ; એક વિષયને કારણેજી, હણે કંતને નિજ હાથ. ગામમાં બીહે શ્વાનથીજી, વનમાં ઝાલે છે વાઘ; નાસે દોરડું દેખીનેજી, પકડે ફણિધર નાગ. ભર્તૃહરી રાજા વલીજી, વિક્રમરાય મહાભાગ; તે સરખા નારીતણાજી, કદીય ન પામ્યા તાગ. તો રાણી તુજ શું કહુંજી, એ છે સંસારની રીત; પણ હું એમ નવી જાણતોજી, તુજને એવી અવિનીત. તુજને ન ઘટે કામિનીજી, કરવો અંતર એમ; માહરી પ્રીત ખરી હતીજી, તું પલટાણી કેમ ? મુજથી છાની ગોઠડીજી, સાસુથી કરે જેહ; જિમ વાવ્યાં તિમ તેં લણ્યાંજી, ફળ પામી તું એહ. આકાશે તારા ગણે છેજી, તોળે સાયર નીર; પણ સ્ત્રી ચરિત્ર ન કહી શકેજી, સુરગુરુ સરિખો ધીર. ગુ.૧૪ કપટી નિઃસ્નેહી કહીજી, વળી તે નારી સર્વ; ઈન્દ્રચંદ્રને ભોળવ્યાજી, આપણી કરીએ શો ગર્વ? તું વ્હાલો નહીં તાહરેજી, વ્હાલી સાસુ છે એક; તો વહુને સાસુ મળીજી, મોકલે મ્હાલજ્યો છેક. Jain Education International ૬૮ ગુ.૧૧ For Private & Personal Use Only ગુ.૧૨ ગુ.૧૩ ગુ.૧૫ ગુ.૧૬ ગુ.૧૭ ગુ.૧૮ ગુ.૧૯ ૩.૨૦ ૩.૨૧ ગુ.૨૨ www.jainelibrary.org
SR No.005258
Book TitleJain Patra Sahitya Part 01
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2004
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy