________________
ગુ.૩
ગુ.૪
શ્રી ચંદરાજા અને ગુણાવલી રાણીના કાગળ.
પ્રથમ ચંદરાજા લિખિત પત્ર પ્રારંભ (મહારજ મુનિવર ધન ધન તુમ અવતાર-એ દેશી) સ્વસ્તિ શ્રી મરુદેવીનાજી,પુત્રને કરું રે પ્રણામ; જેહથી મનવંછિત ફળ્યાંજી, ઉપગારી ગુણધામ. ગુણવંતી રાણી, વાંચજ્યો લેખ ઉદાર. એ આંકણી. સ્વસ્તિ શ્રી આભાપુરેજી, સર્વે ઉપમા ધીર; પટરાણિય ગુણાવળીજી, સજજન ગુણે ગંભીર, ગુ.ર શ્રી વિમળાપુર નયરથીજી, લખિતંગ ચંદ નરિંદ; હિત આશીર્વાદ વાંચોજી, મનમાં ધરિય આનંદ. આહીં કુશળખેમ છે, નાભીનંદન સુપસાય; જગમાં જશ કીર્તિ ધણીજી, સુરનર સેવે છે. ય. તુમચા ખેમકુશળતણીજી, કાગળ લખજો સદાય; મળવું જ પરદેશમાંજી, તે તો કાગળથી રે થાય. ગુ.૫ સમાચાર એક પ્રીછજોજી,મોહન ગુણમણિયાળ; ઈહાં તો સુરજકુંડથીજી, પ્રગટી છે મંગળમાળ. તેહની હર્ખ વધાઇનોજી, રાણીએ જાણજો લેખ; જો મનમાં પ્રેમ જ હુવે તો, હર્ષ જયો કાગળ દેખ. ગુ.૭ તુમ સજજન ગુણ સાંભરેજી, ક્ષણ ક્ષણમાં સો વાર; પણ તે દિન નવી વીસરે જી.કણેરની કાંબ બે ચાર. ગુ.૮ જાણી નહીં તુજ પ્રીતડીજી, થઇતું સાસુને આધિન; તે વાતો સંભારતાંજી,શું કહીએ મન પામ્યું છે રે દીન. પણ તું શું કરે કામિનીજી, શું કરીએ તુજ નાર? સ્ત્રી હોવે નહીં કેહનીજી, ઇમ બોલે છે સંસાર. ગુ.૧૦
ગુ.૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org