SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ આ ચાર સમસ્યાનો અર્થ વિચારજો એટલે અત્યંત હર્ષ થશે ) - પ્રણય ભાવના પણ વૃદ્ધિ પામશે. મધ્યકાલીન લોકવાર્તાપદ્યવાર્તામાં આવતી સમસ્યા પૂર્તિનો સંદર્ભ છે. પ્રેમના સંબંધમાં પત્ર લખ્યા પછી પ્રત્યુત્તરની તીવ્ર અભિપ્યા હોય છે, તેનું નિરૂપણ કરતાં કવિ જણાવે છે કે – કાગળ વાંચી એહવો જી, લખજો તુરત જવાબ સાસુને ન જણાવશોજી, જે હોય ડહાપણ આપ. ગુ. ૩૦ આ પત્રની વાત સાસુને ન જણાવવાનું સૂચન કરવામાં આવ્યું છે. ચતુર સ્ત્રી આ વાત ગુપ્ત રાખે. વ્યવહાર જીવનમાં પણ ગુપ્ત રાખવા જેવી વાતો પ્રગટ ન થાય તે માટે ચતુરાઈ વાપરવી પડે છે. તેનો અંહી નિર્દેશ કર્યો છે. પત્રના અંતે કવિ જણાવે છે કે - ઈણિ પરે ચંદ નવેસરેજી, લખિયો લેખ શ્રીકાર, દીપવિજય કહે સાંભળોજી, આગળ વાત રસાળ. ગુ. ૩૨ આગળ વાત રસાળ કરીને પ્રત્યુત્તરનું સૂચન કરે છે. ગુણાવલી રાણી લિખિત પત્ર : સ્વસ્તિશ્રી વિમળાપુર બિરાજમાન વીરસેન રાજાના કુળ દીપક રાજરાજેશ્વર ચંદનરેશ વહાલાજીનું સંબોધન વિશેષણ યુક્ત કવિની શૈલીનો નમૂનો છે. આ પત્ર પ્રેમપૂર્વક વાંચશોજી, દાસી રાણી ગુણાવલીના સલામ. તમારી કુશળતાનો પત્ર લખજો. તમે મારા પર કૃપા કરીને સમાચાર દર્શાવતો પત્ર લખી , આ સેવક ગિરધર સાથે મોકલ્યો છે તે મને હાથોહાથ મળી ગયો છે. હું સ્વામીનો પત્ર મળ્યાનો પ્રતિભાવ દર્શાવતાં કવિ જણાવે છે કે ૬૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005258
Book TitleJain Patra Sahitya Part 01
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2004
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy