________________
કર્યો હતો. પૃથ્વી અંગેની વર્તમાન માન્યતા અને જૈનદર્શનના વિચારોનો છે અભ્યાસ કરીને પૃથ્વી ગોળ છે, પૃથ્વી ફરે છે, એપોલો ૧૧ની ચંદ્રયાત્રા ( આ અંગે તુલનાત્મક રીતે અભ્યાસ કરવો અને તેને આધારે પૃથ્વી સંબંધી વિચારો પ્રગટ કરવા. આ સંશોધનાત્મક કાર્ય માટે ટ્રસ્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ અભ્યાસ અંગે પૂ.શ્રીના વિચારોનો પરિચય થાય તે માટે નીચે જણાવેલાં પુસ્તકો પ્રગટ કરવામાં આવ્યાં છે. (૧) પ્રશ્નાવલી, (૨) શું એ ખરું છે?, (૩) પૃથ્વીનો આકાર નિર્ણય, (૪) પૃથ્વી ખરેખર ગોળ નથી, (૫) પૃથ્વી ખરેખર ફરે છે?, (૬) કોણ શું કહે છે – ભા. ૧, (૭) સત્ય શું?, (૮) એપોલો - ક્યાં ઉતર્યું?, (૯) એપોલોની ચંદ્રયાત્રાનું રહસ્ય વગેરે પુસ્તકો પ્રગટ થયાં છે તે ઉપરથી પૂ.શ્રીના વિચારો જાણીને વર્તમાન માન્યતામાં સત્ય શું છે તે જાણવા માટે માર્ગદર્શન મળે છે. આશાસ્પદ યુવાનો, ખગોળ શાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકોને માટે પૃથ્વી અંગેના નવા વિચારો જાણીને સંશોધનાત્મક રીતે કામ કરવાની સુવિધા આ ટ્રસ્ટમાંથી પ્રાપ્ત થાય છે.
પ.પૂ.આ. શ્રી અશોકસાગરસૂરિની નિશ્રામાં આ ટ્રસ્ટની પ્રવૃત્તિ ચાલે છે અને પૂ. આ. શ્રીએ તા. ૩-૩-૦૪ના રોજ જંબુદ્વીપ સંકુલમાં વેધશાળાની સ્થાપનાની ખનનવિધિ થયેલ છે એટલે ખગોળશાસ્ત્રની રીતે તારા-ગ્રહો-હવામાન વગેરેનો અભ્યાસ થઈ શકશે. આ પ્રસંગે સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક શ્રી જે. જે. રાવલ (મુંબઈ) ઉપસ્થિત રહ્યા હતા. આ નવા પ્રોજેક્ટથી સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્યોને પણ વેધશાળાની માહિતી ઉપયોગી નીવડશે એવી આશા રાખવામાં આવે છે.
રસ ધરાવતા સંશોધકોએ નીચેના સરનામે સંપર્ક કરવાથી વિશેષ માહિતી ઉપલબ્ધ થઈ શકશે.
ધી અર્થ રોટેશન રીસર્ચ ઈન્સ્ટીટયુટ પો. બો. નં. ૬, પો. મહેસાણા (ઉ.ગુ) - ૩૮૪ ૦૦૧.
ડૉ. કવિન શાહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org