________________
જિમ મધુકર મન માલતી રે, જિમ મોરા મન મેહ; જિમ કોકિલ ફુલ કામિની રે, સરસ રસાલ સનેહ રે. જિ. (૫) વિરહી સમરે વાલહા રે, શીલવંતી નિજ કંથ; ફાગણ વાય વિગોઈયાં રે, જિમ વનરાજી વસંત રે. જિ. (૬) જિમ યદુપતિ રાજીમતી રે, જિમ ગૌતમ શ્રી વીર; નળ દમયંતી નેહલો રે, સાસોસાસ શરીર રે. જિ. (૭) તિમ મુજ મન તુજમેં રમે રે, પ્રીતમ પ્રેમ પ્રમાણ; સ્વામી નામ તુમારડુ રે, અહનિશ સમરીયે ઝાણ રે. જિ. (૮) એહવી મુજ ભોલા તણી રે, ભક્તિ ભલેરી રે ભાવ; કરૂણાવંત કૃપા કરી રે, મુજ મન મંદિર આવ રે. જિ. (૯) આવો અતિ ઉતાવળા રે, આતમના રે આધાર; કરશું ભક્તિ ભલેરડી રે, લેશું ભવજલ પાર રે. જિ. (૧૦) સેવક મત વિસારજો રે, સ્વામી સુખ દાતાર; સેવક સેવા મન ધરી રે, કરજો સેવક સાર રે. જિ. (૧૧)
દુહા મોર મેહ રવિ કમલ જિમ, ચંદ્રચકોર હસંત; તિમ દૂરથી અમ મનહ, તુમ સમરણ વિકસંત. અણ સંભાર્યા સાંભરે, સમય સમય સો વાર; તે સજ્જન કિમ વિસરે, બહુ ગુણમણિ ભંડાર. બમણી કિગણી સો ગુણી, સહસ ગુણીએ પ્રીત; તુમ સાથે ત્રિભુવન ધણી, રાખું રૂડી રીત. આંખ તળે આણું નહિ, અવર અનેરા દેવ; સાહિબ જબ મેં મેં સુણ્યો, તેહિ દેવાધિ દેવ.
(૫૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org