________________
દુહા
,
અંતરીયા બહુ ડુંગરે, તહ રૂકનેહીં ઘણહિં; તે સજ્જન કેમ વિસરે, જે અગલા ગુણે હિં. પ્રિતિ ભલી પંખેરૂઆ, ઉડી જેહ મિલંત; માણસ પરવશ બાપડા, દૂર રહ્યા ઝૂરત. દીઠા મીઠા સિંહા લગે, હરિહર અવર અનેક; જિહાં લગે તુમ ગુણ નવિ સુણ્યા, હીયડે ધરીય વિવેક. (૩)
ઢાલ ત્રીજી (સહજ સંવેગી સુંદર આતમાજી - એ દેશી) જિનાજી હો સુણજો હો મુજ મન વાતડીજી, રાતડી રોતાં જાય, દિવસ ગમીજે હો પ્રભુજીક્રુરતાંજી, તુમ વિરહો ન ખમાય. (૧) પૂરવ વિદેહે હો ધન્ય જે જનાજી, નિતુ સેવે તુમ પાય; અમ પુનઃ સ્વામી હો જેહ વિછોડોજી, તે અમ પાપ પસાય. જિ. (૨) પરભવ પરિગલ પાતિક જે કર્યા છે, તે પ્રગટ્યા સવિ આજ; જેણે તુમ હું પામું નહિજી, તુમ શું છે મુજ કાજ. તુમ હો ગરિબ નિવાજ.
જિ. (૩) પ્રવચન વચન વિરાધન મેં કર્યું છે, ન ધરી સદ્ગુરૂ શિખ; કે મેં રમતા હષિ સંતાપીયા જી, કે ભાંજીષિ ભિખ. જિ. (૪) ચારિત્ર લેઈ હો વેષ વિરાધીયાજી, કે મેં છાંડી દિકખ;
કે મેં બાળક માયથી વિછોહીયાજી, કે મેં ફોડી લીખ. જિ. (૫) છે કે મેં વનમેં દવ ધરમે દીયાજી, કે મેં ગાલ્યા ગાભ; હું કે મેં કુડાં કામળ કેળવ્યાંજી, જિણે કટ કટ બુટે આભ. જિ. (૬)
કે મેં ગુહિરા દ્રઢ સોસાવીયાજી, ફોડી સરોવર પાળ; છે બંભણ બાળક સ્ત્રી ગોવધ કીયાજી, પાડ્યા માછાં મેં જાળ. જિ. (૭)
૫૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org