________________
કરશું કોડી વધામણાં એ, જપશું જય જયકાર, મંગલતૂર વજાવશું એ સફલ કરું અવતાર, સીમંધર સાહિબ સમરીએ એ સમય સમય સોવાર
||૨||
મારી ઈચ્છા પૂર્ણ થશે તો આ સંસારમાં મારા જેવું કોઈ બીજાં સદ્ભાગી નહિં મળે.
ઈમ જિનવર ગુણ ગાવતાં જીવા પાવન કીધ મનહ મનોરથ સવિ ફળ્યા એ નરભવ લાહો લીધ.
આ રીતે સાત ઢાળમાં સીમંધર સ્વામીને પત્ર લખવામાં આવ્યો છે. વિવિધ ઉપમાઓ, વર્ણાનુપ્રાસ અને પ્રાસાદિકતાથી સમગ્ર પત્ર ભક્તિ૨સ તરબોળ કરી સીમંધર સ્વામીની ભાવદષ્ટિથી અપૂર્વ મિલન થયું હોય તેવી અનુપમેય અનુભૂતિ થાય છે.
જૈન સાહિત્યમાં લઘુ અને દીર્ઘ એમ બે પ્રકારની કાવ્યકૃતિઓ પત્ર રૂપે લખાયેલી છે તેમાંની આ દીર્ઘ કૃતિ ઉદાહરણરૂપ છે. આ પત્ર ભક્તિરસપ્રધાન કાવ્યકૃતિ છે. જેન સાહિત્ય સ્વરૂપોની વિવિધતામાં અલંકાર સમાન આ રચના ગણીએ તો તે યથાર્થ ગણાશે. શ્રી સીમંધર જિનની પત્રરૂપે વિનંતિ (સુમતિનાથ ગુણશું મિલીજી... એ દેશી) ઢાળ પહેલી
સ્વસ્તિ શ્રી પુસ્ખલવઈજી, વિજયે વિજય કરંત, પ્રગટ પુરી પુંડરિગિણીજી, જિહાં વિચરે ભગવંત; સોભાગી જિનવર સાંભળજો સંદેશ, હું તો લેખ લખું લવલેશ, મુજ તુજ આધાર જિનેશ સાહિબજી, સાંભળો મુજ સંદેશ. (૧) સીમંધર જિન રાજીયા જી, વિહરમાન ચરણાન; ભરત ભૂમિથી વિનવિયે જી, ભવિક લોક ભગવાન.
સો. (૨)
Jain Education International
૪૯
For Private & Personal Use Only
www.jainelibrary.org