________________
આંખ તળે આણું નહિ અવર અનેરા દેવ, સાહિબ જબ યે મેં સુણ્યા, તું હિ દેવાધિદેવ.
||૪||
પ્રભુ પ્રેમમાં લયલીન બનીને ભક્ત કહે છે કે હે પ્રભુ તમે નિઃસ્નેહી થઈ ગયા છો. તમારી સાથે સ્નેહ કર્યો છે, શરણું સ્વીકાર્યું છે તો ત્યાગ કરશો નહિં. તમે ભેદભાવ રાખ્યા વગર દર્શન આપો. અને પ્રભુ પ્રીતના સંબંધમાં છેવટે જણાવે છે કે
નિઃસ્નેહી સુખીયા રહે, વેલું કણ જ્યું હોય, સસ્નેહી તિલ પીલીયે દહીં મથે સબ કોય.
||૧||
વિવિધ દૃષ્ટાંતોના સંદર્ભ ભક્ત પોતાના અખંડ અવિચળ અને અવિચ્છિન્ન પ્રેમની ભાવના દર્શાવે છે.
મેરૂ કે પૃથ્વી કંપી ઉઠે, આકાશના ગ્રહો પાતળમાં પેસી જાય, ધરતી ડોળાયમાન થાય, અમૃત પરિવર્તન પામીને વિષની ધારા વહાવે, સમુદ્ર મર્યાદા ચુકી ધરતી પર રેલાય, સૂરજ પશ્ચિમમાં ઉગે, પછી કવિના શબ્દોમાં જ જોઈએ તો,
તો હે હું છાંડું નહિ તુમ શું ઘણું નેહ, મુજ મન એક તુમ્હી હળ્યું, ગિરૂઆ ગુણ ગેહ.
TIETI
ઉપરોક્ત માહિતી છઠ્ઠી ઢાળમાં ‘સીમંધર જિન વિનંતી
અવધારો મોરી' એ રીતે રજૂ થયેલી છે.
અંતે ભક્ત ભગવાનને કહે છે કે,
કિં બહુ કાગળ મેં લિખું લખે લાલલ બહુ લોભ, મિલ્યા પછી માલૂમ હશે, ચિર થાપણ થિર થોતી
કિં બહુ મીઠે બોલડે, કિં બહુ કાગળ મેં લિખું, કહીને તમારા ચરણોની સેવા આપજો એવી પ્રાર્થના કરે છે. પ્રભુના સ્મરણ અને દર્શનની જાણે કે સાક્ષાત્ અનુભૂતિ થઈ હોય તેનો ઉલ્લાસ વ્યક્ત કરતી કવિની પંક્તિઓ છે :
Jain Education International
૪૮
For Private & Personal Use Only
||૧||
www.jainelibrary.org