________________
વશીકરણ કર્યા બ્રાહ્મણ, બાળક અને સ્ત્રીની હત્યા કરી, માછલાંને જાળમાં ફસાવ્યાં વગેરે કારણોથી આપનો (સીમંધ૨ સ્વામી) વિરહ થયો છે એવા શાસ્ત્રીય વિચારો દર્શાવ્યા છે. ત્રીજી ઢાળ પછીના દુહામાં હૃદયની કરૂણાને વેધક શબ્દોમાં વાચા આપવામાં આવી છે.
ફિટ હિયડા ફૂટે નહિ હજી નહિ તુજ લાજ, જીવ જીવન વિછોહડે જીવ્યાનું કુણ કાજ.
માણસથી માછાં ભલાં સાચા નેહ સુજાણ, જ્યું જળથી હોય જુજુઆ, હું તે છંડે પ્રાણ.
||૨||
કવિ દૃષ્ટાંત અલંકારનો છૂટથી ઉપયોગ કરીને ભક્તની સીમંધર પ્રત્યેની પ્રણય ભાવના વ્યક્ત કરી છે. રતિને કામદેવ, માધવને રાધા, લક્ષ્મણને રામ, તેવી રીતે ‘જિન ગુણ સાંભરે સીમંધર, જીનરાય રે સુગુણ ન વિસરે.' આ ઢાળમાં બીજા દૃષ્ટાંતો જોઈએ તો મધુક૨ને માલતી, મો૨ને મેઘ, શીલવતી સ્ત્રીને પોતાનો સ્વામી, યદુપતિ (નેમકુમા૨) રાજીમતી ગૌતમ સ્વામી મહાવીર સ્વામીને, નળરાજા દમયંતી અને પછી કવિ જણાવે છે કે
તિમ મુજ મન તુજમેં રમે, પ્રીતમ પ્રેમ પ્રમાણ,
અંતે કવિના શબ્દોમાં જ અંતરની ભાવના પ્રગટ થયેલી છે.
આવો અતિ ઉતાવળા રે આતમના રે આધાર, કરશું ભક્તિ ભલે રડી રે, લેશું ભવજલ પાર રે. સેવક મત વિસારજો રે, સ્વામી સુખ દાતાર, સેવક સેવા મન ધરી રે, કરજો સેવક સાર.
બમણી ત્રિગુણી સો ગુણી, સહસ ગુણી પ્રીત, તુમ સાથે ત્રિભુવન ધણી, રાખું રૂડી રીત
||૧||
||૧૧||
પ્રભુ પ્રત્યેની પ્રણય ભાવના વ્યક્ત કરતાં કવિ જણાવે છે કે
Jain Education International
૪૭
For Private & Personal Use Only
||૧૦||
11311
www.jainelibrary.org