________________
(૮)
મનમાહિ વાચી રાખજો લાખ ટકાનું લેખઉ રે, વિરી-હાથી રખે ચડઈ રખે કોઈ દુરજન દેખઈ રે. (૩૭) સવિ અક્ષર હીરે જડ્યા લેખ અમૂલિક એહ રે, વેધક મુખિ તંબોલડું મન રીઝવણું એહ રે. સાધુ સિરોમણિ જાણીઈ શ્રી વિનય મંડન ઉવજ્જાઈ રે, તાસ સીસ ગુણ આગલા બહુલા પંડિત રાય રે. આસો સુદિ પુનિમ દિનઈ તુ શુક્રવાર એકાંતિઈ રે, કાગલ જયવંત પંડિતઈ લિખીય માઝિમરાતિઈ રે. એહ. (૪૦)
ઈતિ શ્રી સીમંધર સ્વામિ લેખ સમાપ્ત
(. હેમરાજ પાર્થ) '૩. શ્રી સીમંધર જિનની પત્રરૂપે વિનંતી
મહાવિદેહક્ષેત્રમાં વિચરતા શ્રી સીમંધર સ્વામીને લગતાં લઘુ સ્તવનો ઉપરાંત દીર્ઘ સ્તવનો ઢાળબદ્ધ રચાયાં છે. કેટલાંક સ્તવનો પત્રરૂપે રચાયાં છે. તેમાં મુખ્યત્વે ભક્ત ભગવાનને પોતાનો ઉદ્ધાર કરવા માટે વિનંતી કરે છે. ભરતક્ષેત્રના માનવીઓ મહાવિદેહમાં જઈ શકતા નથી એટલે ભક્ત કવિઓએ વિદેશમાં વિચરતાં સીમંધર સ્વામીને પત્ર લખીને અંતરની શુભ ભાવનાને ભક્તિ રૂપે પ્રગટ કરી છે. .
આ સ્તવન દુહા અને ઢાળમાં મધ્યકાલીન કાવ્ય પ્રકારો રાસ-ફાગુ અને વિવાહલીના લક્ષણોને અનુસરીને રચાયું છે. પત્રરૂપે લખાયેલા આ સ્તવનના કર્તા અને સમય વિશે નીચે પ્રમાણે ઉલ્લેખ થયેલો છે. સંવત સોળસે બ્યાસીએ એ, સુરગુરુ વાર પ્રસંગ, દીવાળી દિવસે લખ્યો એ, કાગળ મનને રંગ. સી.
|૮||
४४
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org