SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ સીમંધર સ્વામીના અનંતગુણ છે તે ગાવાની ભક્તની શક્તિ નથી તેનો ઉલ્લેખ કરતાં કવિ જણાવે છે કે 2 સાયર મિસિ મેરુ લેખણીઉ- કાગલ અંબર સાર રે, તું હિમનની વાતડી લિખતા રે, નાવઈ પાર રે. ૩૪ll અક્ષર બાવન ગુણ ઘણા કેતા લિખીઈ લેખ રે, થોડઈ ઘણું કરી જાણજે, સુખ હો સ્થઈ તુમ દેખિરે ||૩૫l મીરાંબાઈના કાવ્યોમાં પ્રેમલક્ષણાભક્તિનો સંદર્ભ મળે છે. અહીંઆ લેખ ભક્ત અને ભગવાન સાથે પ્રિયતમાં અને પ્રીતમનો સંદર્ભ દર્શાવે છે. ભક્તિની ઉત્કટ ભાવનાને રસસભર વાણીમાં વ્યક્ત કરતી આ રચના મધ્યકાલીન લેખના નમૂના સાથે કાવ્ય તરીકે પણ સફળ કૃતિ છે. પ્રણયની અભિવ્યક્તિમાં શૃંગાર અને વિરહના ભાવ સ્વાભાવિક રીતે પ્રગટ થયા છે. આ લેખ પાંચ ઢાળમાં વિભાજિત થયેલ છે. તેમાં રાગની સાથે દેશીનો પણ પ્રયોગ થયો છે. અનુક્રમે રાગ – સામેરી, રાગ કેદારૂ, ગુંડી - શ્રેણિક રાયવાડી ચડિલ, રાગ મલ્લહાર રૂખમણી અંગજ જનમીયઉ (દસી), રાગ - આસાસિંધુ, રાગ ધન્યાસી. શાસ્ત્રીય રાગ અને દેશના પ્રયોગથી લેખમાં પદ્યને અનુરૂપ ગેયતા સિદ્ધ થઈ છે. લલિત મધુર પદાવલીથી પ્રાસાદિક શૈલીનો આ પત્ર નમુનેદાર છે. વિવિધ ઉપમાઓ અને કલ્પના શક્તિની સાથે મેઘમોર, સૂડલા - સાગર - મેરૂ, ચંદ્ર, ચકોર, હંસ વગેરે શબ્દ પ્રયોગો દ્વારા સીમંધર સ્વામી ભક્તિની અભિવ્યક્તિને યથોચિત ન્યાય આપવામાં આવ્યો છે. પ્રિયજનના ચિત્તમાં ઉદભવતા સહજ ભાવને અસરકારક અને આકર્ષક રીતે પ્રગટ થયા છે. સ્વ. શ્રી જયંત S કોઠારીએ પૂ. જયવંત સૂરિને “રસજ્ઞ' કવિનું વિશેષણ આપીને એમનું કા ગૌરવ વધાર્યું છે. ૩૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005258
Book TitleJain Patra Sahitya Part 01
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2004
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy