________________
બાહલાં કાંઈ વિણાસીઈ, મિસિ કાગલી અસાર, થોડા માંહિ પ્રીછયો, તુહ્યો છઉ પ્રાણધાર. ડુંગરનઈં નાણાં ઘણાં, અંતર દો નયણાંઈ, સજન મનિ અંતર નથી, જોયણ કોડિ ગયાંઈ. નેહ કૂટઈ દૂરિ ગયા, બાહલા માણસિ મન્નિ, કિહાં સૂરય ગયણગણિ, કિહાં જલિ પંકજ-વન્ન. તલિથી વિહસઈ ફૂલડા, ઉપરિ સસિ ઊગંતિ, દૂરિ થકાં જે ટૂંકડાં, જે મન માંહિ વસંતિ. જેહનઈ મનિ જે વલ્લહાં, તે તસ દૂરિ ન હોઈ, ચંદ વસઈ ગયાંગણઈ, સાયર વાધઈ તોય.
મોરી ડૂંગરડે લવઈ, ઉપરિ ગાજઈ મેહ, દૂરિ ગયાં ન વીસરઈ, સજ્જન સાથિ સનેહ. સજ્જન તણા સનેહડા, ઉગી નવી કો વેલિ, પાન પડઈ પરદેશથી, જઉ વિણસઈ તસ વેલિ. વાહાલાં વસિ વિદેસડઈ, વિચિ નઈ નાલા વાડિ, જઉ સિરિ હુઈ પંખડી, તુ પહુચાડું રુહાડિ. પંખ તણઈ પરમાણિ, વાહાલાં નઈ ઊડી મિલઈ, પંખી ભલા સુજાણ, પંખ વિના નહીં માંણસાં(?)
સુજન સુખનિં કારણિ, વીસારુ ઘણીવાર, પણિ તુો વીસરતા નથી, દેખું નયણા-બારિ.
Jain Education International
||૨૧૭૮ ||
30
||૨૧૭૯||
For Private & Personal Use Only
||૨૧૮૦||
||૨૧૮૧||
||૨૧૮૨||
||૨૧૮૩||
ભમરા વિણ જિમ ફૂલડાં, પંકજ વિના નિવાણ, શોભઈ નહીં ઘર આંગણઉં, તુહ્મ વિણ વાહાલા રાંન ।।૨૧૮૭।।
||૨૧૮૪||
તેહજિ માણસ તેહજિ ઘર, તે સેરી તે વાટ,
વાહાલેસર એક તુજ વિના, મુજ મનિ સરવ ઊજાડિ ।।૨૧૮૮।।
||૨૧૮૫||
||૨૧૮૬।।
||૨૧૮૯||
www.jainelibrary.org