________________
અજિતસેન-શીલવતી લેખ મધ્યકાલીન ગુજરાતી ભાષામાં લખાયો છે પણ પત્રના આંતરદેહમાં પ્રેમી અને પ્રેમિકાના હૈયાના (d સાચા હૃદયના સ્નેહને પ્રગટ કરવામાં કવિ કર્મ સફળ નીવડ્યું છે. તે સ્વામી મે સજ્જન પ્રયોગ કરીને એમનું ગૌરવ વધાર્યું છે. કવિની ) ઉપમા અને તેની હારમાળા, રૂપકયોજના અને અતિશયોક્તિ અને દૃષ્ટાંતો દ્વારા કવિ કલ્પનાની મધુરતાની સાથે કાવ્યગત અલંકાર યોજનાથી રસ અને ભાવની સ્થિતિ પણ અસરકારક અને આકર્ષક બની છે. પ્રેમીઓની અનુભૂતિના નિરૂપણમાં કોઈ નવીનતા નથી પછી તે પ્રેમી મધ્યકાલીન સમયનો હોય કે અર્વાચીન. પ્રણય અને વિરહ, મિલનની ઉત્કંઠા, પત્ર-સંદેશની રાહ જોવી, પ્રણયમાં રાતદિવસ વર્ષ જેવા લાગે, વિરહાવસ્થામાં આંસુ સારવાં અને એ રીતે પ્રણયની અભિવ્યક્તિ કરવાની પ્રણાલિકાનું આ લેખમાં લાક્ષણિક આલેખન થયું છે.
અજિતસેન કરતાં શીલવતીના વ્યક્તિત્વનો પરિચય વધુ પ્રભાવશાળી છે. કવિઓ અને લેખકોની કલમે પુરુષ પાત્રો કરતાં સ્ત્રીપાત્રો વધુ ભવ્ય, આકર્ષક અને પ્રભાવશાળી સર્જાયા છે. અલબત્ત દરેક કૃતિઓમાં નહિ પણ ઘણી રચનાઓમાં આવો સંદર્ભ મળે છે. આ લેખમાં શીલવતીના પાત્ર પ્રત્યે સહજ સ્નેહ થાય તેવી અનુભૂતિ થાય છે. સ્ત્રીનું લાગણીશીલ હૃદય અને સમર્પણશીલ પ્રેમ કેવો છે તેનું અહીં સત્યદર્શન થાય છે.
મધ્યકાલીન લેખ (પત્ર) સાહિત્યની આ રચના વસ્તુ અને તેની અભિવ્યક્તિની દષ્ટિએ એટલે કે કાવ્યની રીતે ઉત્તમ લેખાય છે.
ભગવાનના અનંત ગુણ છે અને તેનું પણ વર્ણન થઈ શકે છે S તેમ નથી. એક સુભાષિત અત્રે નોંધવામાં આવ્યું છે. તેના પ્રભાવથી ની
પ્રેમની દુનિયા અને ભક્તો ભગવાનના ભક્તિભાવને અવર્ણનીય હજી કહે છે તેનો સંદર્ભ અહીં મળે છે. ભગવાન માટે “અવર્ણનીય
૨૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org